Get The App

બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક, અમેરિકી રાષ્ટ્રપતિ હાજર હતા ત્યારે જ વિમાન તેમના ઘર પર મંડરાવા લાગ્યું

ફાઈટર જેટ્સની મદદથી વિમાનને ભગાડાયું

સાવચેતીરૂપે વિમાનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવા કહેવાયું

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક, અમેરિકી રાષ્ટ્રપતિ હાજર હતા ત્યારે જ વિમાન તેમના ઘર પર મંડરાવા લાગ્યું 1 - image


Huge Lapse in Biden Security | અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની (US President Joe biden) સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. તેમના ઘરની ઉપર એક વિમાન આંટા-ફેરાં મારવા લાગ્યું હતું. અહેવાલ અનુસાર આ વિમાને નો ફ્લાઈંગ ઝોનનું ઉલ્લંઘન કર્યું. જોકે તેના તાત્કાલિક બાદ ફાઈટર જેટની મદદથી વિમાનને ભગાડી મૂકાયું હતું. 

ઘટના સમયે બાયડેન ઘરે જ હતા 

ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન હાલના સમયે વિલમિંગટનમાં પોતાના ઘરે જ હતા. આ ઘટના બપોરના સમયે બની હતી. જેનો ખુલાસો અત્યારે થયો છે. યુનાઈટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસના કમ્યુનિકેશન ચીફ એન્થની ગુગ્લિલ્મીએ કહ્યું કે સાવચેતીના પગલાં સ્વરૂપે ફાઈટર જેટ્સની મદદથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. 

નજીકના એરપોર્ટ પર વિમાન લેન્ડ કરાવાયું 

આ ઘટના બન્યા બાદ વિમાનમાં સવાર નાગરિકો અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિમાનને નજીકના જ એરપોર્ટ પર લેન્ડ કરવા કહેવાયું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ બાયડેન તેમના જ ઘરે હતા. આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે. 

બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક, અમેરિકી રાષ્ટ્રપતિ હાજર હતા ત્યારે જ વિમાન તેમના ઘર પર મંડરાવા લાગ્યું 2 - image


Google NewsGoogle News