ફાયદો કે નુકસાન, અમેરિકાની નવી ઈમિગ્રેશન પોલિસીથી ભારતીયો પર કેવી અસર પડશે?
Image Source: Twitter
US new immigration policy: અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી પ્રમુખની ચૂંટણી પહેલા જો બાઈડેન નવી ઈમિગ્રેશન પોલિસી અંગે મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. જો બાઈડેનના આ નિર્ણયની લગભગ 5 લાખ લોકો પર અસર પડશે. અમેરિકન પ્રમુખ આજે વિસ્તારથી આ યોજનાની જાહેરાત કરશે. એક અહેવાલ પ્રમાણે આ પોલિસીનો હેતુ એ વ્યક્તિઓને લાભ પહોંચાડવાનો છે, જે ગેરકાયદે રીતે અમેરિકામાં રહે છે પરંતુ તેમના લગ્ન અમેરિકન નાગરિકો સાથે થયા છે.
આ નવી નીતિ તે લોકોને દેશનિકાલથી બચાવશે. આ લોકોને વર્ક પરમિટ પણ મળશે અને તેનાથી નાગરિકતા મેળવવાની તકો વધી જશે. અમેરિકન મીડિયા પ્રમાણે અમેરિકન નાગરિકોના ગેરકાયદે જીવનસાથીઓની સુરક્ષા માટે એક આદેશ પસાર કરવામાં આવી શકે છે. આ પગલાંથી 500,000 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર અસર પડવાની આશા છે.
યોજનામાં થઈ શકે છે મુખ્ય જાહેરાત
અમેરિકન નાગરિકો સાથે જેમણે લગ્ન કર્યા છે એટલે કે, જેઓ ગેરકાયદે રીતે ત્યાં રહી રહ્યા છે તેના પર હવે ત્યાંથી જવાનું જોખમ નહીં રહે. આ યોજના બાદથી તેઓ પોતાના પરિવારો સાથે દેશમાં રહી શકશે. અત્યાર સુધી અમેરિકન નાગરિક સાથે લગ્ન કરવા પર ઇમિગ્રન્ટ્સ અમેરિકન નાગરિકતા મેળવી શકતા હતા. જોકે, તેના માટે તેમણે ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પોતાના દેશમાં જવું પડતું હતું. હવે નવી પોલિસી હેઠળ પરિવારોને કાયદાકીય દરજ્જો પ્રાપ્ત કરવા સુધી દેશમાં રહેવાની પરવાનગી મળશે. બીજી તરફ આ પતિ-પત્ની વર્ક પરમિટ માટે પાત્ર હશે, જેનાથી તેઓ આર્થિક રીતે યોગદાન આપી શકશે અને પોતાના પરિવારની સહાયતા કરી શકશે. નવી પોલિસી હેછળ કાયદાકીય રીતે સહાયતા મળશે જેનાથી 500,000 ગેરકાયદે પતિ-પત્નીને રાહત મળશે.
ભારતીય અમેરિકી નાગરિકો પર પણ પડશે અસર
અનેક ભારતીય અમેરિકન પરિવારોમાં એવા સભ્યો સામેલ છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. હવે આ પોલિસી તેમને દેશનિકાલના ડરથી બચાવશે. તેમને કાયદેસર રીતે કામ કરવાની ક્ષમતા આપશે અને દસ્તાવેજ વિના રહેવા બદલ રાહત આપશે. આ પોલિસીથી અમેરિકી નાગરિકોના લગભગ 5 લાખ જીવનસાથીઓને પેરોલ ઈન પ્લેસ કાર્યક્રમ માટે અરજી કરવાની તક આપશે, જે તેમને દેશનિકાલથી બચાવશે અને જો તેઓ ઓછામાં ઓછા 10 વર્ષથી દેશમાં રહેતા હશે તો તેમને વર્ક પરમિટ પ્રદાન કરશે.