કેટલી તાકાત ધરાવે છે G7? સદસ્ય ન હોવા છતાં ભારતને મળ્યું આમંત્રણ, ઈટાલી જશે PM મોદી
Image: Facebook
G-7 Italy Summit: વિશ્વના સાત સૌથી અમીર દેશોના નેતા ઈટાલીમાં એકત્ર થઈ રહ્યાં છે. આ વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરશે જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝામાં ઈઝરાયલ-અરબ સંઘર્ષ પ્રમુખ રહેવાનો છે. જી7 શિખર સંમેલનમાં આફ્રિકા અને હિંદ-પ્રશાંત વિસ્તારના લીડર પણ સામેલ થશે અને વિકાસશીલ દેશોની સાથે આર્થિક સહયોગ પર ચર્ચા કરવામાં આવશે. જી7 શિખર સંમેલનનું આયોજન ઈટાલીના અપુલિયા વિસ્તારમાં લગ્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયામાં 13થી 15 જૂન સુધી થવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે આજે ઈટાલી રવાના થશે. સતત ત્રીજા વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પહેલી વિદેશ યાત્રા હશે. ઈટાલીએ ભારતને 14 જૂને આયોજિત થનાર 50માં જી-7 શિખર સંમેલનમાં આઉટરીચ દેશ તરીકે ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.
પાંચમી વખત ભાગ લેશે
રિપોર્ટ અનુસાર આ 11મી વખત છે જ્યારે ભારતે જી-7 સંમેલનમાં આમંત્રણ મળ્યું છે અને આ પાંચમી વખત હશે જ્યારે પીએમ મોદી આમાં ભાગ લેશે.
G7 એટલે શું?
G7 દુનિયાની સાત સૌથી મોટી કહેવાતી 'અદ્યતન' અર્થવ્યવસ્થાઓનું એક સંગઠન છે, જે વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલી પર હાવી છે. આમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુકે અને સંયુક્ત રાજ્ય અમેરિકા સામેલ છે.
જોકે, યુરોપીય સંઘ જી7નો સભ્ય નથી, પરંતુ તે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લે છે. રશિયા 1998માં સામેલ થયું જેનાથી G8 બન્યું, 2014માં રશિયાએ ક્રીમિયા પર કબ્જો કરી લીધો જે બાદ મોસ્કોને ગ્રૂપમાંથી બહાર કરી દેવાયું. ચીન પોતાની મોટી અર્થવ્યવસ્થા અને દુનિયાની બીજી સૌથી મોટી વસતી ધરાવતું હોવા છતાં ક્યારેય આનું સભ્ય રહ્યું નહીં. આનું કારણ પ્રતિ વ્યક્તિ ધનનું તેનું અપેક્ષાકૃત નિમ્ન સ્તર છે તે તેને G7 સભ્યોની જેમ અદ્યતન અર્થવ્યવસ્થા તરીકે જોવામાં આવતું નથી. આ બંને દેશ વિકસિત અને વિકાસશીલ દેશોના G20 ગ્રૂપમાં છે. આખું વર્ષ G7 મંત્રી અને અધિકારી બેઠકો કરે છે, કરાર બનાવે છે અને વૈશ્વિક ઘટનાઓ પર સંયુક્ત નિવેદન પ્રકાશિત કરે છે. 2024માં ઈટાલીની પાસે G7ની અધ્યક્ષતા છે.
2024 G7 શિખર સંમેલન 13થી 15 જૂન સુધી ઈટાલીના અપુલિયામાં આયોજિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ પહેલો મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ હશે જેની મેજબાની ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ઓક્ટોબર 2022માં પદભાર ગ્રહણ કર્યા બાદ કરશે. ઈટાલીની સરકારનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે શિખર સંમેલન યુક્રેન અને ગાઝામાં યુદ્ધ, આફ્રિકા અને પ્રવાસ, આર્થિક સુરક્ષા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે.
યુક્રેન અને ગાઝામાં યુદ્ધ વિશે G7 ના નેતા શું કરી શકે છે?
આ બધા વચ્ચે G7 દેશોએ રશિયા પર પહેલા જ પ્રતિબંધોનું મોટું પેકેજ લગાવી દીધું છે. G7 દેશોએ રશિયાને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ કરી દીધું છે. તેમણે મોસ્કોની લગભગ 300 બિલિયન ડોલર (£236 બિલયન) ની સંપત્તિ પણ ફ્રીજ કરી દીધી છે, જે તેમના વિસ્તારમાં રાખવામાં આવી હતી, જેમ કે રશિયાના કેન્દ્રીય બેન્કોના વિદેશી વિનિમય અનામત.
રિપોર્ટ અનુસાર G7 દેશ હવે કથિત રીતે એક આયોજન પર કામ કરી રહ્યાં છે. જે હેઠળ ફ્રીજ કરવામાં આવેલી રશિયન સંપત્તિઓથી અર્જિત વ્યાજને દેવા તરીકે યુક્રેનને આપવામાં આવશે. આ રકમ 50 બિલિયન ડોલર થઈ શકે છે.
3 જૂને G7 દેશોના નેતાઓએ ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનાનું સમર્થન કર્યું. બાઈડને ઈઝરાયલ અને હમાસ દ્વારા તત્કાલ યુદ્ધ વિરામ, તમામ બંધકોની મુક્તિ, ગાઝા માટે મદદમાં વધારો અને એક શાંતિ કરારનો પ્રસ્તાવ આપ્યો છે જે ઈઝરાયલની સુરક્ષા અને ગાઝાના નિવાસોની સુરક્ષાની ગેરંટી આપે છે.
G7 વિકાસશીલ દેશોની સાથે કેવી રીતે કામ કરે છે?
ઈટાલીની સરકારનું કહેવું છે કે G7 શિખર સંમેલનમાં વિકાસશીલ દેશો અને ઉભરતી અર્થવ્યવસ્થાઓની સાથે સંબંધ કેન્દ્રીય હશે અને તે પારસ્પરિક રીતે લાભકારી ભાગીદારીના આધારે સહયોગ મોડલ બનાવવા માટે કામ કરશે.
ઈટાલીએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને હિંદ-પ્રશાંત વિસ્તારના 12 વિકાસશીલ દેશોના નેતાઓને શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈટાલીના મૈટેઈ યોજના નામની એક યોજના બનાવી છે. આ પ્લાનના માધ્યમથી તે ઘણા આફ્રિકી દેશોને તેમની અર્થવ્યવસ્થાઓને વિકસિત કરવા માટે 5.5 બિલિયન યુરો (£4.6 બિલિયન) નું દાન અને લોન આપશે.
આ યોજના ઈટાલીને ઉર્જા કેન્દ્રના રૂપમાં પણ સ્થાપિત કરશે. આફ્રિકા અને યુરોપની વચ્ચે ગેસ અને હાઈડ્રોજન પાઈપલાઈનોનું નિર્માણ કરશે. જોકે, ઘણા ટિપ્પણીકારોને શંકા છે કે આ ઈટાલી દ્વારા આફ્રિકાથી અને વધુ પ્રવાસનને રોકવા માટે એક આવરણ હોઈ શકે છે.
શું G7 પાસે કોઈ શક્તિ છે?
G7 કાયદો પાસ કરી શકતું નથી. જોકે તેના અમુક ગત નિર્ણયની વૈશ્વિક અસર થઈ છે. ઉદાહરણ તરીકે જી7એ 2002માં મેલેરિયા અને એઈડ્સ સામે લડવા માટે એક ગ્લોબલ ફંડ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
યુકેમાં 2021ના જી7 શિખર સંમેલન પહેલા, જૂથના નાણા મંત્રીઓએ બહુરાષ્ટ્રીય કંપનીઓને વધુ ટેક્સની ચૂકવણી કરવા માટે સંમત કર્યાં. તેણે વિકાસશીલ દેશોને નાણાકીય સહાયતા પણ આપી છે અને ક્લાઈમેટ ચેન્જથી છુટકારો મેળવવા માટે પગલા ઉઠાવ્યાં છે.