Get The App

રશિયાને છંછેડવું અમેરિકાને ભારે પડશે! 9 સૈન્ય ઠેકાણાં હાઈપરસોનિક મિસાઈલના રેન્જમાં

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
રશિયાને છંછેડવું અમેરિકાને ભારે પડશે! 9 સૈન્ય ઠેકાણાં હાઈપરસોનિક મિસાઈલના રેન્જમાં 1 - image


Image Source: Twitter

Russia Oreshnik Missile: રશિયાએ જે નવી મીડિયમ રેન્જ હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ Oreshnikથી યુક્રેનના ડિનિપ્રો શહેર પર હુમલો કર્યો હતો, એ મિસાઈલની રેન્જમાં વિશ્વના 9 અમેરિકી સૈન્ય ઠેકાણા આવી જાય છે. જો રશિયાને ભડકાવવામાં આવ્યું અથવા તો યુદ્ધ વધુ ભયાનક બન્યું તો રશિયા આ મિસાઈલનો ઉપયોગ કરીને અમેરિકન ઠેકાણાને ટાર્ગેટ કરી શકે છે. આમ રશિયાને છંછેડવું અમેરિકાને ભારે પડી શકે છે. 

જો રશિયા પોતાના અલગ-અલગ વિસ્તારથી આ મિસાઈલને લોન્ચ કરે તો તેની રેન્જમાં અમેરિકાના 9 સૈન્ય બેઝ, મિસાઈલ સાઈલો નિશાન પર આવી શકે છે. પરંતુ આ પ્રકારના હુમલાથી વોર્લ્ડ વોર શરૂ થવાની આશંકા વધી જાય છે. જો કે, રશિયા આ પગલું ત્યાં સુધી નહીં ભરશે, જ્યાં સુધી તેને આ હુમલા માટે મજબૂર કરવામાં નહીં આવે. 

1. મિડલ ઈસ્ટ.....જો દક્ષિણ રશિયાથી આ મિસાઈલ છોડવામાં આવે તો

- 2100 kmના અંતર પર કુવૈતમાં રહેલ અમેરિકન સૈન્ય બેસ પર 11 મિનિટમાં મિસાઈલ પહોંચી જશે.

- 2500 kmના અંતર પર બહેરીનમાં અમેરિકાની પાંચમી ફ્લીટ હેડક્વાર્ટરને 12 મિનિટમાં મિસાઈલ હિટ કરશે.

- 2650 kmના અંતર પર કતારના અમેરિકન એર બેઝ પર 13 મિનિટમાં મિસાઈલ પહોંચી જશે.

- 4100 kmના અંતર પર જિબૌતીના અમેરિકન એર બેઝ પર 20 મિનિટમાં મ્સાઈલ હિટ કરશે.

2. પેસિફિક અને અલાસ્કા...... જો રશિયા આ મિસાઈલ કામચાટકાથી છોડશે તો

- 2400 km દૂર અલાસ્કા અને અમેરિકન એર બેઝ પર આ મિસાઈલ 12 મિનિટમાં પહોંચશે.

- 4500 km દૂર ગુઆમના અમેરિકન એર અને નેવી બેઝ પર આ મિસાઈલ 22 મિનિટમાં પહોંચી જશે.

- 5100 km દૂર પર્લ હાર્બર એર અને નેવી બેઝ પર આ મિસાઈલ 25 મિનિટમાં હિટ કરશે.

3. મિનટમેન-3 મિસાઈલ સાઈલો.........જો મિસાઈલ ચુકોટકાથી લોન્ચ કરવામાં આવે તો

- 4700 kmના અંતર પર મોંટાનામાં સ્થિત મિનટમેન-3 મિસાઈલ સાઈલો સુધી 23 મિનિટમાં પહોંચશે.

- 4900 kmના અંતર પર મિનોટમાં મિનટમેન-3 મિસાઈલ સાઈલો સુધી 24 મિનિટમાં હિટ કરશે.

આ પણ વાંચો: હવામાં ઉડતો મહેલ છે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રાઈવેટ જેટ, પૌત્રીએ જ વીડિયોમાં વિમાનની બતાવી ઝલક

હવે જાણીએ મિનટમેન-3 મિસાઈલની તાકાત

મિનટમેન-3 (Minuteman III ICBM) ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. તેની રેન્જ 10 હજાર કિમી છે. તે 1100 કિમીની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એનો અર્થ એ કે, અંતરિક્ષમાં પણ સેટેલાઈટ ધ્વસ્ત કરી શકે છે. આ મિસાઈલની સ્પીડ 28,200 કિલોમીટર પ્રતિ કલાક છે.

તેને લોન્ચ કરવા માટે જમીનમાં બનેલા સાઈલો (Silo)નો ઉપયોગ કરવો પડે છે. આ મિસાઈલ કદમાં પણ વિશાળ છે. તે લગભગ 60 ફૂટ લાંબી છે. તેનો વ્યાસ 5.6 ફૂટ છે. આ મિસાઈલ ત્રણ સ્ટેજના સોલિડ ફ્યૂલ રોકેટ એન્જિન સાથે ઉડે છે. તે એક સાથે એક અથવા વધુ ટાર્ગેટને હિટ કરી શકે છે.


Google NewsGoogle News