અક્સાઈ ચીન : પાકિસ્તાને ચીનને કાશ્મીરનો જે ભાગ વેચી દીધો તે ભારતથી કેટલો દૂર? જાણો કેટલો વિસ્તાર ડ્રેગનના કબજામાં

ભારતથી અક્સાઈ ચીન 1604 કિલોમીટરના અંતરે આવેલું છે, જે 5180 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે

વર્ષ 1963માં પાકિસ્તાને પીઓકેનો આ ભાગ ચીનને સોંપી દીધો હતો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
અક્સાઈ ચીન : પાકિસ્તાને ચીનને કાશ્મીરનો જે ભાગ વેચી દીધો તે ભારતથી કેટલો દૂર? જાણો કેટલો વિસ્તાર ડ્રેગનના કબજામાં 1 - image


Aksai Chin: ભારતથી અલગ થઈને 1947માં પાકિસ્તાન એક નવો દેશ બન્યો. આ સમયે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવા કેટલા રજવાડાઓ સ્વતંત્ર પણ રહ્યા હતા. તેમાંથી 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો. આ હુમલાથી બચાવવા કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવાની મંજૂરી આપી અને જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવી દેવા માટે પણ સંમત થયા.

શું છે અક્સાઈ ચીન?

ભારતીય સેના કાર્યવાહી કરે ત્યાં સુધીમાં તો કાશ્મીરના કેટલાક ભાગ પર પાકિસ્તાને કબજો કરી લીધો હતો. જે આજે PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તરીકે ઓળખાય છે. જેમાં વર્ષ 1963માં એક કરાર હેઠળ પાકિસ્તાને PoKનો કેટલોક ભાગ ચીનને આપ્યો હતો. જેને વર્તમાન સમયમાં અક્સાઈ ચીન તરીકે ઓળખવામાં આવે છે. 

અક્સાઈ ચીન કેટલું દૂર છે?

ભારતથી અક્સાઈ ચીન 1604 કિલોમીટરના અંતરે આવેલું છે. વર્ષ 1963માં એક કરાર હેઠળ પાકિસ્તાને, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો 5180 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર ચીનને સોંપ્યો હતો. આ વિસ્તાર તિબેટીયન ઉચ્ચપ્રદેશની ઉત્તરપશ્ચિમમાં કુનલુન પર્વતોની નીચે સ્થિત છે. 

ભારત આ કરારને માને છે ગેરકાયદેસર

પાકિસ્તાને, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો 5180 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર ચીનને ભલે સોંપી દીધો હોય પરંતુ ભારત આ કરારને ગેરકાયદેસર માને છે. ભારતે અક્સાઈ ચીનના 38,000 ચોરસ કિલોમીટર વિસ્તાર બાબતે ચીનને ઘણીવાર સ્પષ્ટતા કરી છે કે એ વિસ્તાર ચીનનો નથી. પરંતુ તેમ છતાં પણ ચીન તે વિસ્તાર પર કબજો જમાવીને બેઠું છે. તેમજ ભારત અને ચીન બંને અત્યાર સુધી આ વિવાદનો ઉકેલ શોધી શક્યા નથી.

અક્સાઈ ચીન : પાકિસ્તાને ચીનને કાશ્મીરનો જે ભાગ વેચી દીધો તે ભારતથી કેટલો દૂર? જાણો કેટલો વિસ્તાર ડ્રેગનના કબજામાં 2 - image


Google NewsGoogle News