Get The App

ડોનાલ્ડ માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થઈ આ ઘટના, જાણો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
Trump


US Election Results: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ઐતિહાસિક રહી છે. આ ઐતિહાસિક ઘટના બનવા પાછળનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ તેમના પર થયેલો ગોળીબાર છે. આ ગોળીબારના કારણે હજારો લોકો સમર્થનમાં ઉતર્યા હતા. ટ્રમ્પ માટે આ ઘટના ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

શું હતી ઘટના?

20 વર્ષીય થોમસ મેથ્યૂ ક્રુક્સે પેન્સિલવેનિયાના બટલર પાર્કમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. થોડી જ ક્ષણોના ખેલમાં જો ટ્રમ્પે માથુ ફેરવ્યું ન હોત તો તેમની હત્યા નિશ્ચિત હતી. તેમણે 0.05 સેકેન્ડમાં માથું ફેરવ્યું અને ગોળી માથાના બદલે કાન પર વાગી હતી. ટ્રમ્પ પર થયેલા હુમલાનો વીડિયો જોઈએ તો ખબર પડે કે, ટ્રમ્પ પોડિયમમાંથી ભાષણ આપતી વખતે જમણી બાજુ લાગેલી સ્ક્રિન પર નજર કરવા માથું ફેરવ્યું અને ગોળી છૂટી, જે તેમના કાનને સ્પર્શીને પસાર થઈ ગઈ.  

આ પણ વાંચોઃ ટ્રમ્પની જીતની માઠી અસર, ડોલર સામે રૂપિયો ગગડી ઐતિહાસિક તળિયે પહોંચ્યો, અન્ય કરન્સી પણ તૂટી

ફાઈટ....ફાઈટ....કહેતાં સ્ટેજ પરથી ઉતર્યા

આ દરમિયાન ગોળીનો અવાજ આવ્યો, ગોળી કાનને ભેદીને નજીકથી પસાર થઈ, ટ્રમ્પનો કાન લોહીલુહાણ થયો તેમ છતાં તેઓ ફાઈટ... ફાઈટ...ની બૂમો પાડતાં સ્ટેજ પરથી નીચે ઉતર્યા. સિક્રેટ સર્વિસ એજન્ટ્સે તેમને રક્ષણ આપ્યું. તેઓ તેમની વચ્ચેથી હાથ ઉંચો કરી ફાઈટ...ફાઈટ... કહેતા રહ્યાં. આ દૃશ્ય અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે જ નહીં, પરંતુ અમેરિકાના રાજકીય ઈતિહાસમાં મહત્ત્વનું સાબિત થયું.  

ઘટનાની સકારાત્મક અસર થઈ

ટ્રમ્પ પર હુમલો થતાં જ અનેક લોકો જાહેરમાં સમર્થન આપવા ઊભા થયા. રશેલ ક્લેઈનફેલ્ડ દ્વારા ગયા વર્ષે પ્રકાશિત થયેલા વિશ્લેષણ મુજબ, જ્યારે અમેરિકનો ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા છે,  તેઓ પ્રેક્ટિલ વિચારસરણી ઉપરાંત લાગણીને વધુ પ્રાધાન્ય આપે છે. જેથી ટ્રમ્પ પર થયેલો હુમલો આપોઆપ બીજા હરીફ પક્ષ પ્રત્યે અણગમાની લાગણી ઉદ્ભવે છે.

કેટલાક અભ્યાસોએ તાજેતરના વર્ષોમાં ચૂંટાયેલા અધિકારીઓ અને જાહેર હોદ્દેદારો સામેની ધમકીઓમાં વધારો દર્શાવ્યો છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ જો બાઈડેનની જીતને પલટી નાખવાના પ્રયાસમાં ટ્રમ્પ સમર્થકોએ યુએસ કેપિટોલમાં હુમલો કર્યો હતો. એ ઘટના પણ ટ્રમ્પ માટે આવી જ રીતે નકારાત્મક સાબિત થઈ હતી.  

ડોનાલ્ડ માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થઈ આ ઘટના, જાણો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ 2 - image


Google NewsGoogle News