યુક્રેને કઇ રીતે રશિયાનો કેમિકલ વેપન્સવાળો હાથ કાપી નાખ્યો ?
- યુક્રેને મહિનાઓ પહેલા આ યોજના વિચારી રાખી હતી, આ પૂર્વે 2022 અને 2023માં પણ હત્યાઓ કરાઈ હતી
નવી દિલ્હી : એક બહુ જૂની કહેવત છે : શત્રુને કદી નબળો માની બેદરકાર રહેવું ન જોઇએ. મોસ્કોમાં સ્કુટરમાં રાખેલા વિસ્ફોટે રશિયાના કેમિકલ વોર ફેર નિષ્ણાતનું મૃત્યુ થયું હતું.
રશિયાના કેમિકલ વોર ફેર નિષ્ણાંત લેફ્ટે. જન. કીરી લોવની સ્કૂટરમાં રાખેલા બોમ્બને રીમોટ કંટ્રોલથી ફોડી હત્યા કરાઈ હતી. તેમની સાથે એક અન્ય વ્યક્તિ તેમનો આસિસ્ટન્ટનું પણ મૃત્યુ થયું હતું.
યુક્રેને આ ષડયંત્ર મહિનાઓથી ઘડી કાઢ્યું હતું. તે સ્કૂટરમાં વિસ્ફોટક ગોઠવનાર અને રીમોટથી તેનો ધડાકો કરનાર એક ઉગીયુર હતો તે પકડાઈ પણ ગયો છે. ઉગીયુર તે ચીનના વાયવ્ય ભાગમાં વસતી ઇસ્લામ ધર્મી પ્રજા છે.
બૈજિંગ સ્થિત શાસકો તેમની ઉપર જુલ્મ કરે છે. ચીન રશિયાનું મિત્ર છે. તેથી રશિયા ઉપર પણ ઉગીયુર્સ ખારે બળે છે.
વાસ્તવમાં યુક્રેને આ પૂર્વે પણ ૨૦૨૨માં એલેકઝાંડર દુગીનની પુત્રી ડેરિયા દુગીનાની ૨૦૨૨માં એક કાર વિસ્ફોટમાં હત્યા કરાઈ હતી. તે એક ટીમ એન્કર હતી. યુક્રેન વિરોધી અને પુતિન તરફી હતી.
ઉપરાંત સૈન્ય બ્લોગર વ્લાદલે ટાટાસ્કીની હત્યા તેમને સેન્ટપીટર્સબર્ગમાં એક પાર્ટીમાં તેમને ભેટ અપાયેલી મૂર્તિમાં વિસ્ફોટ કરાવી હત્યા કરાઈ હતી. જ્યારે ડીસે. ૨૦૨૩માં પૂર્વ મોસ્કો સમર્થક યુક્રેની સાંસદ ઇલ્યા ક્યવા જેઓ રશિયા નાસી ગયાં હતાં તેમની ગોળી મારી હત્યા કરાઈ હતી.