કુદરત કા કરિશ્મા, ૯ વર્ષથી એકાંતમાં રહેતા અજગરે પાર્ટનર વિના ૧૪ બચ્ચાઓને કેવી રીતે જન્મ આપ્યો ?
રોનાલ્ડો નામ બ્રાઝિલના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરના નામ પરથી પાળવામાં આવ્યું હતું
આ પ્રકારે બચ્ચા જન્મ આપવાની ઘટનાને વર્જીન બર્થ કહેવામાં આવે છે.
નવી દિલ્હી,૪ જુલાઇ,૨૦૨૪,ગુરુવાર
તાજેતરમાં ઇંગ્લેન્ડની સિટી પોર્ટસમાઉથ કોલેજમાં કેદ રહેતા ૬ ફૂટ લાંબા રોનાલ્ડો નામના અજગરે પાર્ટનર વિના ૧૪ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. ઘણા વર્ષોથી રોનાલ્ડો અજગર એકલો જ રહેતો હતો. તેને નર માનવામાં આવતો હતો પરંતુ માદા તરીકે બચ્ચાઓને જન્મ આપતા અજગર ફેલાયું હતું. રોનાલ્ડો છેલ્લા ૯ વર્ષથી કોઇ પણ બીજા અજગર સાથે સંપર્કમાં આવ્યો ન હતો. રોનાલ્ડોને ૯ વર્ષ પહેલા એક ચેરિટી સંસ્થા દ્વારા રેસ્કયૂ કરવામાં આવ્યો હતો. રોનાલ્ડો નામ બ્રાઝિલના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરના નામ પરથી આપવામાં આવ્યું હતું.
સાપ પ્રકારના સરિસૃપ જીવોમાં આ પ્રકારે બચ્ચા જન્મ આપવાની ઘટનાને વર્જીન બર્થ કહેવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે આ ચમત્કાર પ્રકારનો બનાવ છે જે ખૂબજ ઓછો બને છે જેને પાર્થેનોજેનેસિસ કહેવામાં આવે છે. આ ગ્રીક શબ્દ છે જેનો અર્થ વાર્જીન જન્મ એવો થાય છે. આ એક પ્રકારનું અસાધારણ પ્રજનન છે જે વગર સમાગમે ભુ્રણ વિકસિત થાય છે. ગત ફેબુ્આરીમાં અમેરિકામાં નોર્થ કેરોલિના ખાતે શાર્લટ નામની એક સ્ટિંગરે માછલીના મોતનું કારણ તે જાતે જ ગર્ભવતી થઇ હતી.
કેટલાક પ્રકારની માછલીઓ,સાપ અને ગરોળી જેવા જીવો પાર્થેનોજેનેસિસ રીતે પ્રજનન કરે છે. જયારે માદાઓને નરથી દૂર રાખવામાં આવે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે.એક માદાનું અંડબીજ કોશિકા સાથે મળી જાય ત્યારે કોશિકાઓ પ્રક્રિયા પછી ટકીને બીજ તૈયાર કરે છે. કોશિકાઓને પોલર બોડી કહેવામાં આવે છે.
આ કોશિકા અંડબીજને જેનેટિક જાણકારી હોય છે જે સામાન્ય રીતે શુક્રાણુઓ દ્વારા મળે છે. કોશિકાઓનું વિભાજન શરુ થઇ જાય છે. આ પ્રક્રિયા હેઠળ એક ભુ્રણનો જન્મ થાય છે. પાર્થેનોજેનેસિસની રીતે જન્મેલા જીવોમાં જીનેટિક વિવિધતા ઓછી હોય છે આવા સંજોગોમાં વિકાસ સંબંધી સમસ્યાઓ પેદા થાય છે.તેમને કોઇને કોઇ રીતે વિકસિત થવામાં તકલીફ પડે છે.