Get The App

'જો તમે યુદ્ધવિરામનો ભંગ કરશો, તો અમે મિસાઇલનો વરસાદ કરીશું': હુથીઓએ ઈઝરાયલને આપી ધમકી

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
'જો તમે યુદ્ધવિરામનો ભંગ કરશો, તો અમે મિસાઇલનો વરસાદ કરીશું': હુથીઓએ ઈઝરાયલને આપી ધમકી 1 - image


Israel War: ગાઝામાં ચાલી રહેલાં યુદ્ધ વિરામને લઈને યમનના હુથી બળવાખોરોએ ઈઝરાયલને ચેતવણી આપી છે. હુથીઓનું કહેવું છે કે, જો ઈઝરાયલ યુદ્ધ વિરામના કરારને તોડે છે તો અમે મિસાઇલનો વરસાદ કરી દઈશું. હુથીઓએ પહેલાંથી જ લાલ સાગરમાં ઈઝરાયલની નાકાબંધી કરી દીધી છે. આ સિવાય ધમકી આપી છે કે, અમે ઈઝરાયલ સંબંધિત કોઈપણ માલવાહક જહાજ પર હુમલો અને અપહરણ કરતા પહેલાં જરાય ખચકાશું નહીં. ગત થોડા મહિનામાં હુથીઓની અનેક મિસાઇલ અને ડ્રોન ઈઝરાયલ સુધી પહોંચી ચુક્યા છે.

હુથી નેતાએ ઈઝરાયલને ધમકાવ્યું

હુથી બળવાખોરોના નેતા અબ્લુદ મલિક અલ હુથીએ કહ્યું, 'અમે ગાઝામાં (યુદ્ધ વિરામ) કરારના અમલીકરણ પર નજર રાખી રહ્યાં છીએ. જો ઈઝરાયલ કરારને તોડે છે અને ફરી ઉગ્રતા અને નરસંહાર શરૂ કરે છે, તો અમે પણ તેનો વળતો જવાબ આપીશું'.

આ પણ વાંચોઃ અમેરિકામાંથી પ્રિન્સ હેરીની હકાલપટ્ટી નહીં કરું, તે પહેલેથી મુશ્કેલીમાં છે, તેની પત્ની ટેરિબલ છે: ટ્રમ્પના નિવેદનથી વિવાદ

ટ્રમ્પ પર પણ સાધ્યું નિશાન

આ યમનના લશ્કરી નેતાએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે થોડા દિવસ પહેલા હુતિઓને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. અબ્દુલ મલિકે કહ્યું કે, 'અમેરિકા એક ખરાબ દેશ છે. આ બીજા રાષ્ટ્રોને યુદ્ધમાં ધકેલે છે અને ગુલામ બનાવે છે. અરબ અને મુસ્લિમોને જાણ હોવી જોઈએ કે, અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસનનું અનુસરણ કરવું ફક્ત તેમને ગુલામ બનાવતા રહેશે'. 

અમેરિકન જહાજ પર હુમલો કરી શકે છે હુથી

ટ્રમ્પના પ્રતિબંધ બાદ હુથી બળવાખોરોએ અમેરિકાની સામે આક્રામક વ્યૂહનીતિ અપનાવવાની યોજના બનાવી છે. તેમાં બાબ અલ-મંડબ જલડમરૂમધ્યથી અમેરિકન જહાજથી પસાર થવાથી હુમલાનો પ્રયાસ પણ સામેલ છે. આ રસ્તો એડનના અખાતને અરબ સાગર સાથે જોડે છે, જે સ્વેજ નહેર દ્વારા એશિયા અને યુરોપ વચ્ચે દરિયાઈ પરિવહન માટે વૈશ્વિક વેપારનો રસ્તો છે.

આ પણ વાંચોઃ સાઉદીએ ભારતીયો માટે વિઝા નિયમો બદલ્યા, હજ યાત્રામાં ભીડના કારણે લેવાયો નિર્ણય 

ઈઝરાયલનો ઘેરાવ કરી રહ્યાં છે ઈરાન સમર્થક મલિશિયા

યમન મિલિશિયા, લેબેનોનના હિઝબુલ્લાહ, ઈરાકમાં શિયા લડવૈયા અને ઈરાનના ગાઝામાં પોતાના અભિયાન દરમિયાન ઈઝરાયલ વિરૂદ્ધ એક હાઇબ્રિડ અભિયાન ચલાવ્યું હતું. જેનાથી ઇઝરાયલને દક્ષિણમાં તેના હવાઈ અને મિસાઇલ સંરક્ષણમાં વધારો કરવાની ફરજ પડી, તેના લાલ સમુદ્રનું બંદર ઇલાટ નાદાર બની ગયું અને IDF ને ગાઝાથી લેબેનોન મોરચા પર સૈનિકોને ફરીથી તૈનાત કરવાની ફરજ પડી.



Google NewsGoogle News