અમેરિકાએ મોરચો માંડેલો છે છતા હૂતીઓએ આખરે એક વેપારી જહાજને ડુબાડી દીધુ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
અમેરિકાએ મોરચો માંડેલો છે છતા હૂતીઓએ આખરે એક વેપારી જહાજને ડુબાડી દીધુ 1 - image


Image Source: Twitter

સાના(યમન), તા. 3 માર્ચ.2024

ગાઝામાં ઈઝરાયેલ સામે લડી રહેલા હમાસના સમર્થનમાં યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા રાતા સમુદ્રમાં અવર જવર કરતા વેપારી જહાજો પર હુમલા કરવામાં આવી રહ્યા છે.

જેને રોકવા માટે અમેરિકાએ પોતાના સાથી દેશોની મદદથી નૌસેનાના જહાજો પણ તૈનાત કર્યા છે. આમ છતા હૂતી જૂથે અત્યાર સુધી કરેલા સૌથી મોટા હુમલામાં એક વેપારી જહાજને ડુબાડી દેવામાં સફળતા મેળવી છે.

રુબીમાર નામનુ આ પહેલુ જહાજ છે જે હુમલાના કારણે જળસમાધિ પામ્યુ છે. હૂતીઓના હુમલાના કારણે વેપારી જહાજોની અવર જવર પ્રભાવિત થઈ રહી છે. ઘણા જહાજો પોતાનો રસ્તો પણ બદલી રહ્યા છે.

રુબીમાર જહાજને 18 ફેબ્રુઆરીએ હૂતી જૂથે બાબ અલ મંડેબ સ્ટ્રેટમાં બેલેસ્ટિક મિસાઈલ વડે ટાર્ગેટ કર્યુ હતુ. હવે આ જહાજ ડૂબી ગયુ હોવાની વાતને સમર્થન મળ્યુ છે. બ્રિટનની સેનાના યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમટ્રેડ ઓપરેશન સેન્ટરે પણ કહ્યુ છે કે, આ જહાજ સમુદ્રમાં ગરકાવ થયુ છે.

બીજી તરફ જહાજમાં ભરેલુ કેમિકલ દરિયામાં લીક થાય અને તેના કારણે જળસૃષ્ટિને નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે.


Google NewsGoogle News