એડન અખાતમાં હુથી મિસાઈલ હુમલો : 3નાં મોત 1 ભારતીય, 20 અન્યને ભારતીય નેવીએ બચાવી લીધા
જ્યાં સુધી પેલેસ્ટાઈનીઓ ઉપર ઇઝરાયેલ હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી અમે વિદેશી જહાજો પર હુમલા કરતા રહીશું ઃ હુથી પ્રવકતા
એડન, નવી દિલ્હી: ધી યુએસ મિલિટરી સેન્ટ્રલ કમાન્ડે આજે સવારે જણાવ્યું હતું કે, યમન સ્થિત હુથી આતંકીઓએ કરેલા મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા ૩ ક્રૂ-મેમ્બર્સ માર્યા ગયા હતા. ઇન્ડીયન નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ કોલકત્તાએ, બાર્બાડોસના ધ્વજ ધરાવતાં લાઈબેરિયાનની માલિકીનાં માલ વાહક જહાજ ટ્રુ - કોન્ફીડન્સ ઉપર ગુરુવારે વહેલી સવારે કરાયેલા મિસાઈલ હુમલામાં ૧ ભારતીય, ૨૦ અન્યને ખલાસીઓને બચાવી લીધા હતા.
આ મિસાઈલ હુમલામાં ૩ ક્રૂ-મેમ્બર્સના મૃત્યુ થયા હતા, તે ઉપરાંત જહાજમાં આગ લાગી હતી. આથી ક્રૂ મેમ્બર્સ બચાવ હોડીઓ સમુદ્રમાં ઉતારી મધ-દરિયે આગળ ચાલ્યા હતા, તેવામાં તે વિસ્તારમાં ચોકી પહેરો ભરતું ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ કોલકતા ત્યાં પહોંચી ગયું હતું અને એક ભારતીય એક વિયેતનામી અને બે ફીલીપીનો ખલાસી સહિત કુલ ૨૦ ખલાસીઓને બચાવી લીધા હતા.
આવી વરંવાર બનતી ઘટનાઓથી યુનો ઘણું વ્યથિત થયું છે. તેણે ઇરાનનું પીઠબળ ધરાવતા હુથીઓને આવા હુમલા બંધ કરવા કહેતા હુથીના પ્રવકતા સ્ટીફન દુજારિકને હુથીઓનાં લશ્કરના પ્રવકતા બ્રિગેડીયર જનરલ યાહ્યએ કહ્યું હતું કે જયાં સુધી ઇઝરાયલ પેલેસ્ટાઈનીઓ ઉપર હુમલા કરવાનું ચાલુ જ રાખીશું.
આ ઇજાગ્રસ્તોને જીબુટીની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. સાથે તે પણ ઉલ્લેખનીય છે કે હવે, હુમલા કરનાર હુથીનાં જહાજો ઇંડીયન નેવીના જહાજને જોઈ પોબારા ગણી જાય છે.