હૂથીનો દાવો : અમે અમેરિકાની બે ડીસ્ટ્રોયર્સ પર હુમલા કર્યા છે : અમેરિકાએ હૂથી-મથકો ખેદાન મેદાન કરી નાખ્યા છે
- ગાઝા યુદ્ધ પછી હૂથી પશ્ચિમના જહાજો પર હુમલા કરે છે
- યુએસે યમન સ્થિત હૂથીઓમાં ડ્રોન વિમાનો, ગ્રાઉન્ડ સ્ટેશન અને અનેક મિસાઇલ્સ પર હુમલા કરી તેને ખતમ કરી નાખ્યાં છે
વોશિંગ્ટન : અમેરિકાના દળોએ યમન સ્થિત હૂથીના અનેક ડ્રોન વિમાનો અને મિસાઇલ્સ યુનિટસને ખેદાન મેદાન કરી નાખ્યા છે. તે પૂર્વે હૂથીએ એવો દાવો કર્યો હતો કે તેણે અમેરિકાની બેડીસ્ટ્રોયર્સ ઉપર યમનના સમુદ્ર તટ પાસે તેના મિસાઇલ્સથી હુમલા કર્યા હતા.
આ અંગે અમેરિકાએ જણાવ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં તેણે હૂથીના તાબા નીચે રહેલા યમનમાં બે ડ્રોન વિમાનો હૂથીનું એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને ૩ એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ્સ નાશ કર્યા છે.
આ પૂર્વે ઇરાન-સંલગ્ન તેવા હૂથીઓએ કહ્યું હતું કે તેણે રાતા-સમુદ્રમાં યુએસનું એક કન્ટેનર શિપ અને તેની બે ડીસ્ટ્રોયર્સ ઉપર બુધવારે ગલ્ફ ઑફ એડનમાં હુમલા કર્યા છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ શસ્ત્રો અમેરિકા અને તેના સાથી દળો માટે ભયરૂપ બની રહ્યા હતાં. તેમજ તે વિસ્તારમાંથી પસાર થતા જહાજો માટે પણ ભયરૂપ બન્યા હતા. હૂથીની આવી બેફામ અને ભયજનક કાર્યવાહીઓને લીધે હવે ઘણા જહાજો સુયેઝમાંથી પસાર થવાને બદલે સમગ્ર આફ્રિકા ખંડ ફરતાં ફરી અરબી સમુદ્રમાં પ્રવેશે છે.
સેન્ટકોલા તે અમેરિકાનું મધ્ય પૂર્વ માટેનું લશ્કર એકમ છે.
હૂથીના પ્રવકતા આહ્યા સરીએ જણાવ્યું હતું કે હૂથીના એરફોર્સ ડ્રોન વિમાનો દ્વારા અમેરિકાની ડીસ્ટોર્યર્સ કોપે અને લેબૂન ઉપર કેટલાએ મિસાઇલ્સ છોડયા હતા.