ચીનના ગ્વાન્ગ્ઝુ અને બેઇજિંગ સહિત ૯૭ મોટા શહેરોમાં મકાનોના ભાવ ઘટી ગયા, મંદીનું મોજુ ફરી વળ્યું
એપ્રિલ મહિનાની સરખામણીમાં ભાવમાં સરેરાશ ૪ ટકા જેટલો ઘટાડો
ગુઆન્ગ્ઝુમાં ૨ ટકા, બેઇજિંગમાં ૧.૧ ટકા અને શેનઝેનમાં ૦.૮ ટકા ડાઉન
બેઇજિંગ,૧૭ જુન,૨૦૨૪,સોમવાર
ચીન સરકારના આંકડા અનુસાર ગ્વાન્ગ્ઝુ અને બેઇજિંગ સહિતના મુખ્ય શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટ મંદીમાં ચાલી રહયું છે. ચીન સરકારમાં આંકડા અનુસાર ૯૭ ટકા મુખ્ય શહેરોના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે નવા મકાનોની કિંમતોમાં એપ્રિલ મહિનાની સરખામણીમાં મે અને જૂનમાં ઘટાડો થયો છે. ખાસ કરીને ૭૦ શહેરોમાંથી ૬૮ શહેરોમાં નવા તૈયાર થયેલા મકાનોના ભાવ ઘટાડવાની ફરજ પડી હતી તેમ છતાં જેન્યૂઇન ખરીદાર મળતા નથી.
એપ્રિલની સરખામણીમાં ચીનના મુખ્ય શહેરોનું રિયલ એસ્ટેટ માર્કેટ ૪ ટકા જેટલું તૂટયું છે. ગ્વાગુમાં ૨ ટકા, બેઇજિંગમાં ૧.૧ ટકા અને શેનઝેનમાં ૦.૮ ટકા જેટલો ઘટાડો થયો છે. શાન્શી અને પ્રાંતના બે શહેરો શાંઘાઇ અને તાઇયુઆનમાં મકાનોની કિંમત દર મહિને ઘટી રહી છે. કેટલાક મૂડી રોકાણકારો અને ડેવલપર્સે સરકાર ખૂદ વેચાણ વિના પડયા રહેલા મકાનો ખરીદી લે તેવી માંગણી કરી છે.
આ મકાનો ઓછી આવક ધરાવતા લોકોને આવાસ યોજના અંર્તગત ફાળવવા જોઇએ. સરકાર આવાસ લોનના નિયમોમાં છુટ છાટ આપે તે પણ જરુરી છે. ચીન સરકારે રિયલ એસ્ટેટ (ભૂસંપતિ ) માર્કેટમાં વધતી જતી મંદી લઇને ચિંતા વ્યકત કરી છે. જાપાનના મીડિયાના અહેવાલ અનુસાર ચીન સરકારે કેટલાક ઉપાયો કર્યા છે પરંતુ તેની માર્કેટમાં સકારાત્મક અસર જોવા મળતી નથી.