મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોનાં મોત, 29 ઘાયલ

અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા હાઈવે પર વહેલી સવારે થયો

બસમાં 55 વિદેશી નાગરિકો સવાર હતા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોનાં મોત, 29 ઘાયલ 1 - image


Mexico Bus Accident: મેક્સિકોના ઓક્સાકામાં એક ભયાનક માર્ગ અકસ્માત થતા 3 બાળકો સહિત 18 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે જ્યારે 29 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓ છે. 

બસમાં 55 વિદેશી નાગરિકો સવાર હતા

મેક્સિકોમાં વેનેઝુએલા અને હૈતીથી સ્થળાંતર કરનારાઓને લઈ જતી બસ પલટી (bus overturned) ગઈ હતી. આ ભયાનક અકસ્માત (A terrible accident)માં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 (18 people died) લોકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર આ અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા હાઈવે પર વહેલી સવારે થયો હતો. સ્થાનિક અધિકારીઓના નિવેદન મુજબ બસ દુર્ઘટનામાં કુલ 29 લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોની નેશનલ ઈમિગ્રેશન એજન્સીએ જણાવ્યું કે બસમાં 55 વિદેશી નાગરિકો (55 foreign nationals) સવાર હતા.

મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોનાં મોત, 29 ઘાયલ 2 - image


Google NewsGoogle News