હોંગકોંગમાં લોકશાહી આંદોલન જોર પકડે છે : આંદોલનકારીઓના 14 નેતાઓને જેલ ભેગા કરાયા

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
હોંગકોંગમાં લોકશાહી આંદોલન જોર પકડે છે : આંદોલનકારીઓના 14 નેતાઓને જેલ ભેગા કરાયા 1 - image


- 2019માં પણ આવું આંદોલન થયું ત્યારે આંદોલનને સામ્યવાદી અને લોખંડી પંજાથી દબાવી દીધું હતું

હોંગકોંગ : સત્તરમી સદીમાં ચીનના કેન્ટનની નીચે, રેડ રિવરના મુખ્ય પ્રદેશના છેડે આવેલા દ્વિપકલ્પમાં બ્રિટિશરોએ હોંગકોંગની સ્થાપના કરી ત્યારથી હોંગકોંગના રહેવાસીઓના હૃદયમાં પેઢી દર પેઢીથી લોકશાહી રક્તમાં વહી રહી છે. જેમાં બહુ પક્ષીય રાજકીય વ્યવસ્થા એકભાગ રૂપે હતી. ૧, ઓકટો ૧૯૪૯ના દિને ચીનની તળભૂમિ ઉપર સામ્યવાદી શાસન આવ્યું. તેણે હોંગકોંગને ત્યારે તેની રાજકીય વ્યવસ્થા યથાવત રહેવા દેવાયુ. તેને ચીનના એક ભાગ તરીકે સમાવી લીધું. તેમાં હોંગકોંગમાં તેનું આંતરિક રાજકીય માળખુ યથાવત રહ્યું પરંતુ ચીનના સરમુખત્યાર બની ગયેલા શી-જિનપિંગને, માઓ-ત્સે-કતુંગથી પણ મહાન બનવાના ઓરતા જાગતા ત્યાં લોકશાહી સાચી લોકશાહી દબાવી દીધી હતી. એ સામે ૨૦૧૯માં હોંગકોંગની જનતા શેરીઓમાં ઉતરી પડી હતી ત્યારે અને તેને લોખંડી હાથે દબાવી દીધી હતી.

આ પછી ગુરુવાર તા. ૩૦મી મે ના દિવસે હોંગકોંગમાં પ્રચંડ દેખાવો શરૂ થયા, જનતાએ ફરી આંદોલન જગાવ્યું.

આ અંગે ચીનના સત્તાવાળાઓને ભય લાગ્યો કે, પહેલા સ્થાનિક- સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો જમાવ્યા પછી આ આંદોલનકારીઓ સફળ થશે તો તેથી સરકારી સત્તાનો ભંગ થશે. તેઓ વાસ્તવમાં બિન સત્તાવાર પ્રાથમિક ચૂંટણીમાં પણ વિજયી થયા છે અને હવે આગળ વધશે તો સરકારની સત્તા ખતમ થઇ જશે સાથે સંવૈધાનિક કટોકટી પણ ઉભી થઇ જશે.

વાસ્તવમાં ૨૦૧૯માં જ ચીનની સામ્યવાદી સરકારે જે કાયદા ઘડયા તે પ્રમાણે ચૂંટણીમાં જનતાને માટે ઉમેદવારોની પસંદગી કરવી મર્યાદિત બની રહી હતી. તે ઉપરાંત આંદોલનકારીઓ, (લોકશાહી માટેના આંદોલનકારીઓ) ને એક યા બીજા કાયદા નીચે ધરપકડ કરી, જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ગુરૂવારે ફરી જાગેલાા લોકશાહી તરફ આંદોલનો અત્યંત ઉગ્ર હતાં. તે દબાવવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી હતી. તે આંદોલનનું નેતૃત્વ હોંગકોંગની વિધાનસભાના સભ્ય, બેઉંગ કવાકે-હુંગ, બામ-યુએયુ-તિંગ, હેષિના વોન્ગ અને રેમન્ડ ચાનની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ઉપર જુદી જુદી કલમો નીચે આરોપો મુકાયા છે. તે પ્રમાણે તેઓને આજીવન (જીવે ત્યાં સુધીની) કેદની સજા ફરમાવવામાં આવી છે.

૨૦૧૯માં થયેલા જોરદાર આંદોલન પછી ૨૦૨૧માં પણ એક આંદોલન થયું હતું તેમાં લોકશાહી તરફી તેવા ૪૭ આંદોલનકારીઓને જેલ ભેગા કરાયા હતા.


Google NewsGoogle News