PHOTOS: ઈંગ્લેન્ડના આ સ્થળે પહેલીવાર હોળીની ભવ્ય ઉજવણી, આ છે ભારતના રુતબાની અસર...
ઈંગ્લેન્ડના ડોરસેટમાં કોર્ફે કેસલ નામનો એક કિલ્લો આવેલો છે,જ્યાં પહેલીવાર હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો
કાર્યક્રમમાં આવેલા ભારતીયોએ કહ્યું, આ ભારતના રુતબાની અસર દર્શાવે છે.
Image Twitter |
Holi Celebrated : ભારતમાં તેમજ વિશ્વમાં હોળીની ઉજવણી ધામ-ધૂમથી કરવામાં આવે છે. રંગોના આ પર્વ પર લોકોને અનેરો આનંદ હોય છે. હકીકતમાં વિશ્વના અનેક દેશોમાં હોળીનું પર્વ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ એક એવી જગ્યા પણ છે જ્યાં પહેલીવાર હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં એક-બે નહીં, હજારો લોકો આ ઉત્સવમાં ભાગ લેવા માટે સામેલ થયા હતા. રંગ- ગુલાલ લગાવ્યા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ જોઈને તમે પણ કહેશો કે ભારતના સ્ટેટસની આ અસર છે.
અહીં પહેલીવાર હિન્દુ તહેવારના ઉત્સવનું આયોજન કરાયું
એક રિપોર્ટ પ્રમાણે ઈંગ્લેન્ડના ડોરસેટમાં કોર્ફે કેસલ નામનો એક કિલ્લો આવેલો છે. જ્યાં ક્યારેય હોળી-દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો નથી. પરંતુ પહેલીવાર આ શનિવારે અહીંના નેશનલ ટ્રસ્ટ દ્વારા અહીં ખાસ હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં લગભગ 3 હજાર લોકોએ ભાગ લીધો હતો. બોર્નમાઉથ, પૂલે અને ક્રાઈસ્ટચર્ચના હિન્દુ સમુદાયના લોકોને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં પહેલીવાર કોઈ નેશનલ ટ્રસ્ટ દ્વારા હિન્દુ તહેવારના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખૂબસુંદર મહેલમાં અદ્ભુત ઉજવણી
બે વર્ષ પહેલા ભારતથી બોર્નમાઉથ ગયેલી નિશા સરકારે કહ્યું કે, એક સાથે મળીને હોળીનો તહેવાર મનાવવો એ આપણી સંસ્કૃતિમાં છે. મારા બાળકો માટે તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે હું મારી દીકરીને પણ આ કાર્યક્રમમાં લઈને આવી છું. હું ભારતીય હોળીને ખૂબ જ મિસ કરી રહી છું. પરંતુ આવા સુંદર મહેલ પાસે હોળીની ઉજવણી કરવી અદ્ભુત છે. કાર્યક્રમનું નામ 'રંગ બરસે' રાખવામાં આવ્યું હતું. તેમા ઘણા બ્રિટિશ લોકોએ પણ તેમના પરિવારો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તેમણે પણ જોરશોરથી ઉજવણી કરી હતી.
આ સંસ્થા આપણા વારસાને ઉજાગર કરવા મદદ કરે છે
નેશનલ ટ્રસ્ટ પરંપરાગત રીતે એક બ્રિટિશ સંસ્થા છે. પરંતુ પહેલીવાર તેમણે ભારતીય ઉત્સવને આટલા મોટા પાયે આયોજન કર્યું. કાર્યક્રમમાં આવેલા ભારતીયોએ કહ્યું, આ ભારતના રુતબાની અસર દર્શાવે છે. આ આપણી ક્ષમતાનું પ્રતિબિંબ છે. અંજલિ માવીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો દ્વારા અમારા વારસાને ઉજાગર કરવા મદદ કરે છે, જે ખરેખર પ્રશંસનીય છે.