કોઇ રાજાથી ઓછા નથી આ દેશના રાષ્ટ્રપતિના શોખ અને ખર્ચા, હેરકટિંગમાં જ 17 લાખ....

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
કોઇ રાજાથી ઓછા નથી આ દેશના રાષ્ટ્રપતિના શોખ અને ખર્ચા, હેરકટિંગમાં જ 17 લાખ.... 1 - image

નવી દિલ્હી,તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર 

વિશ્વના ઘણા દેશોમાં રાષ્ટ્રપતિનું પદ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. કારણ કે, તમને રાષ્ટ્રપતિ બંધારણીય સત્તાઓ ઉપરાંત ભવ્યતા પણ મળતી હોય છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની જો વાત કરીએ તો તેમની ભવ્યતા માટે વિશ્વમાં જાણીતા છે તેઓ રાજધાની પેરિસમાં સ્થિત એક આલીશાન મહેલમાં રહે છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિનું આ નિવાસસ્થાન ઐતિહાસિક રીતે પણ ખાસ છે કારણ કે, અહીં સદીઓ પહેલા ઘણા પ્રખ્યાત શાસકો પણ રહેતા હતા. જેને આખી દુનિયામાં એલિસી પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1960 માં, એલિસી પેલેસને ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macronનું સત્તાવાર નિવાસસ્થાન જાહેર કરવામાં આવ્યું હતું.

કોઇ રાજાથી ઓછા નથી આ દેશના રાષ્ટ્રપતિના શોખ અને ખર્ચા, હેરકટિંગમાં જ 17 લાખ.... 2 - image

શા માટે ખાસ છે એલિસી પેલેસ?

  • લગભગ 300 વર્ષ પહેલાં 1722માં આ પેલેસ બન્યુ હતુ.
  • એલિસી પેલેસમાં 365 રૂમ છે. 
  • આમાંથી 364 રૂમની સામે એક બગીચો છે.
  • આ રાષ્ટ્રપતિ ગૃહમાં ઘણી અનોખી વસ્તુઓ છે જે સદીઓ જૂની છે. 

કર્મચારીઓનો પગાર રૂ. 1000 કરોડ

એક અહેવાલ મુજબ, એલિસી પેલેસની જાળવણી માટે 800 કર્મચારીઓ કામ કરે છે, જેઓ ઘણા એન્ટીક ફર્નિચર અને અન્ય વસ્તુઓની સંભાળ રાખે છે. લગભગ €113.6 મિલિયન એટલે કે રૂ. 1035 કરોડથી વધુ આ કર્મચારીઓને મળતા પગાર અને ભથ્થાઓ પાછળ ખર્ચવામાં આવે છે. 

મેકઅપ અને હેર કટ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને 3 મહિનામાં મેકઅપ પાછળ 26,000 યુરો એટલે કે, રૂ. 23 લાખથી વધુ ખર્ચ કર્યા છે. ઈમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે લગભગ 5 વર્ષમાં 1.07 મિલિયન યુરો એટલે કે 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ બધી માહિતી જાણીને તમને થશે કે આટલી સુવિધાઓ કોઇ રાજા કરતાં પણ વધારે છે. 


Google NewsGoogle News