HMPV વાઈરસથી ગભરાશો નહીં, મહામારી નહીં ફેલાય, WHOના પૂર્વ ભારતીય વિજ્ઞાનીનો મોટો દાવો
HMPV Outbreak: ભારતમાં HMPV (હ્યુમન મેટાન્યુમોવાઈરસ)ના ઘણાં કેસ સામે આવી ચુક્યા છે. આ સાથે લોકો ચિંતામાં છે અને તેમના મનમાં તેને લઈને ઘણાં સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. આ વાઈરસના સામે આવ્યા બાદ લોકોનું માનવું છે કે, આ વાઈરસ કોવિડ-19 જેવી મહામારી ફેલાવી શકે છે. આ સવાલ એટલે થઈ રહ્યો છે, કારણકે આ વાઈરસની જેમ કોરોના વાઈરસની શરૂઆત પણ ચીનથી થઈ હતી.
સોશિયલ મીડિયા પર આપી જાણકારી
નોંધનીય છે કે, એચએમપીવી વાઈરસને લઈને હજુ સુધી કોઈ એવી જાણકારી સામે નથી આવી અને ન તો તેને કોરોના જેટલો ખતરનાક માનવામાં આવે છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)ના પૂર્વ ચીફ સાઇન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં HMPV વિશે જાણકારી શેર કરી હતી. સાથે જ તેઓએ કહ્યું હતું કે, આ વાઈરસથી ગભરાવવાની જરૂર નથી.
WHO ના પૂર્વ ચીફ સાઇન્ટિસ્ટે શું કહ્યું?
WHO ના પૂર્વ ચીફ સાઇન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને એક્સ પર પોતાની પોસ્ટમાં કહ્યું, 'લોકોને આ વાઈરસથી ગભરાવાની જરૂર નથી. આ એક જૂનો વાઈરસ છે, જે રેસ્પિરેટરી ઇન્ફેક્શનનું કારણ બને છે અને તેના કેસ વધુ જોખમી નથી. દરેક પેથોજનની જાણ લગાવવાની બદલે શરદી દરમિયાન સામાન્ય સાવધાની રાખવાની જરૂર છે. તેના માટે માસ્ક લગાવો, ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, વારંવાર હાથ ધોવા અને ગંભીર લક્ષણ દેખાતા તુરંત ડૉક્ટરની સલાહ લો.'