હિટલર સારો માણસ હતો,.. માર્શલ આર્ટસનો ફાઇટર આ શું બોલ્યો ?
હોલોકોસ્ટને ઇતિહાસનો એક ભાગ ગણવાની ના પાડી દીધી
જર્મનીના તાનાશાહ રુડોલ્ફ હિટલરને બીજા વિશ્વયુધ્ધનો વિલન ગણવામાં આવે છે
બર્લિન,૩ ફેબુ્આરી,૨૦૨૫, સોમવાર
બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીના તાનાશાહ હિટલરે યહુદીઓ પર ખૂબ અત્યાચાર કર્યા હતા. યહુદીઓનો વંશ કાઢવાના પ્રયાસને હોલોકોસ્ટ કહેવામાં આવે છે. બાહોશ,નિડર અને વિચક્ષણ યહુદી પ્રજા માટે ઇતિહાસનો કાળો દિવસ જે હિટલર પ્રેરિત હતો. જેમાં ૬૦ લાખથી વધુ યહૂદી પુરુષો,મહિલાઓ અને બાળકોની હત્યા થવા માટે હિટલર જવાબદાર હતો. ૧૯૪૪ સુધી દરરોજ ૧૨૦૦૦ જેટલા યહુદીઓની હત્યા કરવામાં આવતી હતી. પરંતુ મિક્સ્ડ માર્શલ આર્ટસ ફાઇટર બ્રાયસ મિશેલને જર્મનીના તાનાશાહ સ્વ રુડોલ્ફ હિટલરને સારો માણસ ગણાવતા વિવાદ થયો હતો.
સૌથી નવાઇની વાત તો એ છે કે હોલોકોસ્ટને ઇતિહાસનો એક ભાગ ગણવાની ના પાડી દીધી હતી.તેને દલીલ કરી હતી કે આ વાત જાહેર શિક્ષણમાં નથી પરંતુ પોતાની રીતે કરી હતી. એટલું જ નહી યહૂદીઓને લાલચી ગણીને ટીકા કરવામાં આવી છે. જો કે યુએફસી ફાઇટર ચીફે મિશેલે પર તીખી પ્રતિક્રિયા આપી હતી કે આ ટીપ્પણી ઘૃણાજનક છે. કોઇ પણ વ્યકિત હિટલરને જો સારો માણસ ગણતો હોયતો તે મુર્ખ છે. હિટલર પૃથ્વી પરના સૌથી ઘૃણીત અને ખરાબ માણસ હતો. આમ માર્શલ આર્ટસ ફાઇટરના અભ્રિપાયે દુનિયામાં ચર્ચા જગાવી છે.