બાંગ્લાદેશમાં ઇતિહાસમાં પણ છેડછાડ પાઠયપુસ્તકોમાંથી શેખ મુજીબનું નામ કાઢી નાખ્યું
- ઝીયા-ઉર-રહેમાનને બાંગ્લાદેશને સ્વતંત્ર જાહેર કર્યો : નવી ટેક્સ
- ધોરણ ચારથી નવ સુધીનાં પાઠયપુસ્તકોમાંથી શેખ મુજીબ ઉર-રહેમાનનું નામ જ દૂર કરી બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય વીર તરીકે ઝિયાનું નામ રખાયું
ઢાકા : બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસનાં માર્ગદર્શન નીચે આવતી સરકારે હવે ઇતિહાસમાં પણ છેડછાડ કરવી શરૂ કરી દીધી છે. તેણે, તે સમયનાં પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવી બાંગ્લાદેશનુ સર્જન કરનાર આવામી લીગ બાંગ્લાદેશના યુવાનોએ પાકિસ્તાન સામે રચેલી બંગ-વાહીની (સેના) અને તેને ભારતે આપેલા લશ્કરી પીઠબળ તે તમામને તો એક તરફ મુકી દીધા છે. પરંતુ દેશને આઝાદ કરનાર બંગ-બંધુ શેખ મુજીબ-ઉર-રહેમાનને ભુલાવવા પ્રયત્નો શરૂ કરી સૌથી પહેલા ચલણી નોટ ઉપરથી તેઓની છબી દૂર કરાવી. હવે મોહમ્મદ યુનુસે પાઠયપુસ્તકો એવા તૈયાર કરાવ્યા છે કે જેમાં શેખ મુજીબને બદલે લશ્કરી અધિકારી ઝિયા- ઉર રહેમાને જ પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર કરી, બાંગ્લાદેશની રચના કરવાનો ધ્વજ ઉઠાવ્યો હતો.
આ ફેરફારો બાંગ્લાદેશના નેશનલ કરીકયુલમ એન્ડ ટેક્સબુક બોર્ડ એ ધોરણ ૪ થી ૯ સુધીના પાઠય પુસ્તકોમાં કરાવી દીધો છે. તે પહેલાનાં ધોરણોમાં હજી કોઈ ફેરફાર નથી થયો કે નથી તે પછીનાં ધોરણોમાં કરાયો. પરંતુ આ રીતે દેશ માટે પોતાનું બલિદાન આપનારા બંગ વાહીનીના જવાનોની અને ભારતના ૧૭૦૦૦ જવાનોએ આપેલા બલિદાનોની ઘોર વિડંબણા કરાઈ છે.
બાંગ્લાદેશની સરકાર એ પગલાનો બચાવ કરતા જણાવે છે કે જૂની ટેક્સ બુકોમાં અકારણ ઘણાને મહાન દેખાડવામાં આવ્યા છે તે બધુ દૂર કરી 'સાચો' ઇતિહાસ શીખવાડવામાં આવશે.
વિશ્લેષકો આ તબક્કે એડમઝ બર્કના શબ્દો યાદ કરે છે.
'ધોસ વ્હુ ડુ નોટ રીમેમ્બર ધ પાસ્ટ જનરેશન્સ શેલ સેલ્ડમ બીરીમેમ્બર્ડ વાય ધેર કમિંગ જનરેશન્સ.
ચિંતા ન કરતા યુનુસ ભૂંસાઈ જશે, મુજીબ અમર રહેશે. વિશ્લેષકો કહે છે.