યુકેમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો 14મી સદીનો ભૂતિયા બંગલો 160 કરોડમાં વેચવા કાઢ્યો
UK Historic haunted bungalow sold : ઇંગ્લેન્ડમાં વેલ્શ ખીણમાં આવેલું ઐતિહાસિક ટુડોર મેન્સન બજારમાં 16 લાખ પાઉન્ડના (160 કરોડ રુપિયા) ભાવે વેચાણાર્થે મૂકાયું છે. તેના અંગે એવી વાતો છે કે, તેમા એક ભૂતની રહે છે અને આ ભૂતની ફક્ત કુંવારા પુરુષોને જ દેખાય છે. શ્વેત વસ્ત્રોમાં દેખાતી ગ્વેન વોન નામની મહિલાની વાતો પેઢી દર પેઢી ચાલતી આવે છે.
બંગલામાં સૌપ્રથમવાર 1785માં ભૂત દેખાયાનો ઉલ્લેખ
આ અંગે મકાનના ભૂતપૂર્વ માલિકે જણાવ્યું હતું કે, કુટુંબના વડાનું નિધન થયું ત્યારે શ્વેતવસ્ત્રધારી મહિલાનું ભૂત બારીમાંથી સર રહાઈ એપ થોમસના રુમમાં પ્રગટ થયું હતું. આ ભૂત બારીમાં ઊભું રહ્યું હતું અને બીજી દિશા તરફ આંગળી ચીંધી રહ્યું હતું. આ ભૂત સૌપ્રથમ દેખાયાનો ઉલ્લેખ 1,485માં જોવા મળે છે. હાલમાં ટુડોર પહેલા ઓળખાતું આ ડાર્વિડ યુકેના ઐતિહાસિક મકાનોમાં સ્થાન પામે છે. એક સમયે તેની માલિકી ટુડોર નાઇટ સર રિસ એપ થોમસની હતી, જેમણે હેનરી ટુડોરને બોસવર્થ જતી વખતે આશ્રય આપ્યો હતો.
આ મકાન એક સમયે સર હેનરી વોન પાસે હતું
આ અંગે કહેવાય છે કે, હેનરી ટુડોરે રિચાર્ડ ત્રણ પાસેથી તાજ પરત મેળવવાનો દાવો કરતાં આ સ્થળે રોકાણ કર્યુ હતુ. વોર ઓફ રોઝીસનો અંત આવ્યો તે પહેલાં અહી તેને જબરદસ્ત મનોરંજન આપવામાં આવ્યું હતું. આ મકાન એક સમયે સર હેનરી વોન પાસે હતું. તેના પછી 1,603માં તેની પૌત્રીને લગ્નમાં ભેટ આપ્યું હતું. વોન 1,620માં શેરિફ હતા અને 1,632માં તેમનું નાઇટહૂડથી સન્માન થયું હતું. વોન નેઝબાયના યુદ્ધમાં દ્શમનોના હાથે પકડાઈ ગયા હતા. તેના પછી તેમને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેના પછી લગ્ન દ્વારા આ મકાન ફરી પાછું બીજાને ટ્રાન્સફર કરાયુ હતું. 18મી સદીમાં તે સર થોમસ સ્ટેનલી પાસે હતું. તેના પછી 18મી સદીની મઘ્યમાં તે જોસેફ ગુલ્સ્ટોન અને તેના પછી સ્ટીફની ગુલસ્ટોન પાસે ગયું.
મકાન જબરદસ્ત અને આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે
સોથબીના આ ઐતિહાસિક મેન્સન અંગેની વિગત મુજબ આ એસ્ટેટને 1999માં સ્થાનિક બિઝનેસમેનને વેચવામાં આવી હતી. આ મકાનની લાઇબ્રેરી કિંગ્સ રુમ તરીકે જાણીતી હતી. તેમા રિસેપ્શનના સાત રુમ છે, સન ડાયલ છે અને સીક્રેટ વૂડ છે. આમ આ મકાન જબરદસ્ત અને આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.