ભારતમાં હિન્દુત્વ હાવી, અમેરિકા સાથે ભારતની વધી રહેલી મિત્રતા જોઈ બહાવરા બન્યા પાક પીએમ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ભારતમાં હિન્દુત્વ હાવી, અમેરિકા સાથે ભારતની વધી રહેલી મિત્રતા જોઈ બહાવરા બન્યા પાક પીએમ 1 - image

image : Freepik

ઈસ્લામાબાદ,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ થતા સબંધો અને વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા મહત્વને જોઈને પાકિસ્તાનના કાર્યકારી પીએમ અનવાર કાકરને જબરદસ્ત બળતરા થઈ રહી છે.

હાલમાં અમેરિકાના પ્રવાસે ગયેલા કાર્યકારી વડાપ્રધાન કાકરે ભારત સામે બળાપો કાઢતા કહ્યુ છે કે, પશ્ચિમના દેશો ભારતના જમણેરી નેતૃત્વને સમજવામા નિષ્ફળ ગયા છે. પશ્ચિમના દેશો આર્થિક અને વ્યૂહાત્મક કારણોસર ભારતની વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરી રહ્યા છે.

યુએનની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાને કહ્યુ હતુ કે, નિજ્જરની હત્યામાં જે સચ્ચાઈ રહેલી છે તેને પશ્ચિમના દેશોએ અવગણી છે.

પાકિસ્તાનમાં હિન્દુઓની કેટલી દયાજનક સ્થિતિ છે તે બધા જાણે છે આમ છતા પાકિસ્તાનના વડાપ્રધાને ઉલટાનુ કહ્યુ હતુ કે, ભારતમા હિન્દુત્વથી પ્રેરિત થઈને મુસ્લિમ વિરોધી ક્ટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ બાબત અમેરિકા સહિત આખી દુનિયા માટે ચિંતાની વાત હોવી જોઈએ.

જોકે પાકિસ્તાનના પીએમની વાત ગાંડી સાસરે ના જાય અને ડાહીને શિખામણ આપે તેના જેવી છે. કારણકે પાકિસ્તાની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ખાલિસ્તાની આતંકીઓ કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે.

ઉપરાંત પાકિસ્તાની પીએમ કાકર ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી  મિત્રતાને જોઈને પણ બહાવરા બની ગયા છે તેવુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની નોટિફિકેશન મળતી રહે. 

Google NewsGoogle News