Get The App

હિન્દુઓ કેનેડા ખાલી કરીને ભારત જતા રહો : એસએફજે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
હિન્દુઓ કેનેડા ખાલી કરીને ભારત જતા રહો : એસએફજે 1 - image


- ખાલિસ્તાની સંગઠનની વીડિયો દ્વારા કરી ધમકી 

- કેનેડામાં રહેતા હિન્દુઓ માટે ખાલિસ્તાનીઓની વધી રહેલી ધમકીઓ ચિંતાજનક ઃ હિન્દુ સંગઠન

ઓટાવા: કેનેડામાં વડાપ્રધાન ટ્રુડોના ભારત વિરોધી નિવેદન બાદ ખાલિસ્તાનીઓ સક્રિય થઇ ગયા છે. ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપતા કહ્યું છે કે તેઓ બને એટલા વહેલા કેનેડામાંથી જતા રહે. શીખ ફોર જસ્ટિસના લીગલ કાઉન્સેલ ગુરપતવંત પન્નુન દ્વારા એક વીડિયો જાહેર કરી આ ધમકી આપવામાં આવી છે. 

ગુરપતવંત દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં તેણે ધમકી આપતા કહ્યું છે કે ઇન્ડો-હિન્દુઓ કેનેડા ખાલી કરી દો અને ભારત જતા રહો. તમે લોકો ન માત્ર ભારતને સમર્થન કરી રહ્યા છો સાથે સાથે તમે ખાલિસ્તાન સમર્થક શીખોનો જે અવાજ દબાવવામાં આવી રહ્યો છે તેને પણ સમર્થન આપી રહ્યા છો. ગુરપતવંતને ભારત દ્વારા ટેરેરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. 

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નિજ્જરની હત્યા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં આ વીડિયો જાહેર કરીને ગુરપતવંતે કેનેડામાં રહેતા શીખોને પણ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.  વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે એવામાં કેનેડિયન હિન્દુ ફોર હાર્મનીના પ્રવક્તા વિજય જૈને જણાવ્યું હતું કે અમને લાગી રહ્યું છે કે હિન્દુફોબિયા વધી રહ્યો છે. ટ્રૂડો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી લોકોની સંવેદનાઓ વધુ ભડકી શકે છે. જે ધમકી આપતો વીડિયો જાહેર થયો છે તે ચિંતાજનક બાબત છે.


Google NewsGoogle News