Get The App

લંડનમાં હિન્દુઓને પાકિસ્તાની અધિકારીની માથું કાપવાની ધમકી

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
લંડનમાં હિન્દુઓને પાકિસ્તાની અધિકારીની માથું કાપવાની ધમકી 1 - image


- લંડનમાં પાક. હાઈ કમિશન બહાર ભારતીયોના દેખાવો

- પાક. અધિકારીએ ભારતીય એરફોર્સના કેપ્ટન અભિનંદનની તસવીર લગાવી લખ્યું, પાકિસ્તાન કાશ્મીરીઓની સાથે છે

લંડન : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાની ઘટનાના માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બ્રિટનમાં લંડન સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર મોટી સંખ્યામાં હિન્દુઓએ એકત્ર થઈ દેખાવો કર્યા હતા. આ સમયે પાકિસ્તાની મૂળના લોકોએ ભારત વિરોધી દેખાવો કર્યા હતા. પાકિસ્તાની અધિકારી અતાશે કર્નલ તૈમૂર રાહતે લાજવાના બદલે બેશરમ કૃત્ય કરતાં હિન્દુઓને માથું કાપી નાંખવાની ધમકી આપી હતી.

પહલગામમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં બ્રિટનમાં લંડન સ્થિત પાકિસ્તાનના હાઈકમિશન બહાર શુક્રવારે સાંજે મોટી સંખ્યામાં ભારતીય મૂળના હિન્દુઓ દેખાવો કરવા એકત્ર થયા હતા. આ સમયે પાકિસ્તાની મૂળના નાગરિકો પણ ભારત વિરોધી દેખાવો કરવા આવી પહોંચતા બંને દેશના લોકો આમને-સામને આવી ગયા હતા. આ સમયે પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લોનડેસ સ્ક્વેરમાં પાકિસ્તાની હાઈ કમિશનની ઈમારતની બાલ્કનીમાંથી એક પાકિસ્તાની અધિકારી ધમકી આપતા ઈશારા કરતો જોવા મળે છે.

ભારતીયોના દેખાવો સમયે પાકિસ્તાની હાઈ કમિશનની બહાર ભારતીય એરફોર્સના અધિકારી અભિનંદનની એક મોટી તસવીર લગાવી રાખી હતી. આ તસવીર પર લખ્યું હતું કે, 'ચાય ઇઝ ફેન્ટાસ્ટિક'. પાકિસ્તાની અધિકારી અતાશે કર્નલ તૈમૂર રાહતે ભારતીયોને ઉશ્કેરવા માટે જ આ પોસ્ટર લગાવ્યું હોવાનું સ્પષ્ટ થતું હતું. તેણે ફેબુ્રઆરી ૨૦૧૯માં ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને પાકિસ્તાને પકડી લીધો હોવાનો ટોણો માર્યો હતો. આ પોસ્ટરની બાજુમાં ઊભા રહીને તેણે ભારતીયોને ગળું કાપી નાંખવાના ઈશારા કર્યા હતા. આ સાથે ત્યાં એક બેનર પણ ગાવેલું હતું, જેમાં લખ્યું હતું પાકિસ્તાન હંમેશા કાશ્મિરીઓ સાથે રહેશે. 

Tags :