ઘરના નોકરોનું શોષણ કરવા બદલ હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સાડા ચાર વર્ષની જેલ
હિન્દુજા પરિવારના સભ્યો શ્રમિકોને કામ કરવા લઈ ગયા અને પગાર પણ ન આપ્યો, પાસપોર્ટ પણ લઈ લીધો
Swiss Court sentenced imprisonment to Hinduja : સ્વિસ કોર્ટે ભારતીય મૂળના દિગ્ગજ બિઝનેસ પરિવાર હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. ચારેય સભ્યોને હાઉસ હેલ્પરને શોષણ અને ત્રાસ આપવાના મામલે દોષી જાહેર કરાયા છે. કોર્ટમાં તમામ સભ્યો પર માનવ તસ્કરીનો આરોપ પણ લગાવાયો છે.
નોકરોને લઈ જઈ વિલામાં ગોંધી રાખ્યા
હિન્દુજા પરિવારના ચારેય સભ્યો જેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે, તેઓ ભારતીય મૂળના છે. પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂને કોર્ટે દોષી જાહેર કર્યા છે. તેમના પર માનવ તસ્કરીનો આરોપ લગાવાયો છે. આ ચારેય લોકો હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા હાઉસ હેલ્પર્સને ત્યાં લઈ ગયા હતા. હિંદુજા પરિવાર તસ્કરીનો ભોગ બનેલા તમામને લાલચ આપીને સ્વિટ્ઝર્લેન્ડ લઈ ગયો હતો. પરિવારના લોકોએ હાઉસ હેલ્પરોને જિનેવા સ્થિત લક્ઝરી લેક્સાઈડ વિલામાં રાખ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
કોર્ટમાં સુનાવણી દરમિાયન પરિવારના બદલે મેનેજર આવ્યો
કોર્ટે કેસની સુનાવણી દરમિયાન હિન્દુજા પરિવારના ચારેય સભ્યો આવ્યા ન હતા અને તેમના મદલે તેમનો મેનેજર નજીબ ઝિયાજી આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, પરિવારના ચારેય સભ્યો હાઉસ હેલ્પરોનું શોષણ અને ગેરકાય.દેસર રોજગાર મામલે જવાબદાર છે. પરિવાર પર શ્રમિકોના પાસપોર્ટ જપ્ત કરવાનો અને સમયસર પગાર ન આપવાનો પણ આરોપ લગાવાયો છે. હાઉસ હેલ્પર્સને સ્વિસ કરન્સીમાં નહીં, પરંતુ ભારતીય રૂપિયામાં નાણાં અપાતા હતા. એટલું જ નહીં, તમામ કર્મચારીઓને પગાર પણ અપાયો ન હતો. દરેકને વિલામાં રખાયા હતા અને બહાર પણ નહોતા જવા દેતા.