Get The App

હિન્દુત્વ તે માત્ર ધાર્મિક સિદ્ધાંત નથી તે જીવન પદ્ધતિ છે : પ્રમુખ પુતિનના ગુરૂ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
હિન્દુત્વ તે માત્ર ધાર્મિક સિદ્ધાંત નથી તે જીવન પદ્ધતિ છે : પ્રમુખ પુતિનના ગુરૂ 1 - image


- યુક્રેન યુદ્ધ અંગે દુગિન રશિયાને સમર્થન આપે છે

- 'ભારતનો પ્રભાવ વિશ્વભરમાં વધી રહ્યો છે : મોદીનાં નેતૃત્વ નીચે તે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે'

નવી દિલ્હી : પ્રમુખ વ્લાદીમીર પુતિનના ગુરૂ અને તેઓના કાર્યો પાછળની મેધા મનાતા રાજ્યશાસ્ત્રી ઉપરાંત તત્વજ્ઞા એલેકઝાન્ડર દુગિન અત્યારે ભારતની અંગત મુલાકાતે આવેલા છે. ઇન્ડિયા ટીવીને આપેલી એક ખાસ મુલાકાતમાં તેઓએ વિશ્વમાં કઈ રીતે અને શા માટે પરિવર્તનો થઈ રહ્યા છે, તેમજ ભારતનાં ભાવિ સહિત અનેકવિધ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. સાથે હિન્દૂત્વના પ્રસારને વિશ્વ કઈ રીતે જુવે છે તે વિષે પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું.

તેઓ રશિયન વિશ્વના અસામાન્ય સમર્થક છે અને ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર કરેલા આક્રમણને યોગ્ય ગણે છે.

તેઓએ આ મુલાકાતમાં ભારત એટલે માત્ર વર્તમાન ભારત જ નહીં પરંતુ અખંડ ભારતની વાત કહેવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ આધુનિકતાને વેદકાળથી ચાલ્યા આવતાં મૂલ્યો સાથે જોડી રહ્યા છે. તેઓના પ્રયાસોથી ભારત વિશ્વ રંગભૂમિ ઉપર સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વિશ્વ ગુરૂ તરીકે આગળ આવ્યું છે.

નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા કહેતા મહામના દુગિને કહ્યું હતું કે, તેઓના પ્રયાસોથી ભારત એક પ્રબળ-સત્તા તરીકે આગળ આવ્યું છે. તેઓ રશિયા તથા અમેરિકા બંને સાથે સંતુલન રાખી શક્યા છે અને તે બંને દેશો ઉપરાંત વિશ્વના અન્ય દેશો સાથે પણ સઘન સંબંધો બાંધી શક્યા છે.

આ સાથે પ્રમુખ પુતિનના ગુરુએ કહ્યું, નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ નીચે ભારતે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણી પ્રગતિ સાધી છે, તે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે તેટલું જ નહીં પરંતુ, વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં ભારતનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે.

હિન્દુત્વ વિષે બોલતાં મહામના દુગિને કહ્યું હતું કે, તે માત્ર ધાર્મિક સિદ્ધાંત જ નથી જીવન પદ્ધતિ છે. તે માનવ-જીવનનાં શ્રેષ્ઠ મૂલ્યો : અહિંસા, સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોને ઉદ્ગીથ કરે છે. હિન્દૂત્વ જ ભારતને તેના વિશ્વ ગુરુ પદે પાછું મુકશે.

બ્રિક્સ સંગઠન અંગે તેઓએ કહ્યું કે, તે વિવિધ વિસ્તારોને એક છત્ર નીચે લાવે છે.

યુક્રેન-યુદ્ધ વિષે તેઓને પૂછતાં આ તત્વચિંતકે કહ્યું હતું કે તેમાં રશિયાની વાત આવી છે.

આ સાથે એલેકઝાન્ડર દુગિને ફરી એકવાર સમર્થન આપતાં કહ્યું હતું કે, તેમાં ભુલ મુળભૂત રીતે યુક્રેનની છે. તેણે પશ્ચિમ તરફ વળાંક લીધો તેથી તો આ યુદ્ધ શરૂ થયું છે.

પોતાની અંગત વાત કહેતા આ પ્રખર રાજ્યશાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, 'મારી પુત્રી મોસ્કો ખાતે એક કાર વિસ્ફોટમાં નિધન પામી હતી.'

ઉલ્લેખનીય છે કે, ૧૯મી સદીમાં રશિયામાં થયેલા મહાનતત્વ ચિંતક કાઉન્ટલીઓ ટૉલસ્ટોઈ સાથે એલેકઝાન્ડર દુગિનની સરખામણી થાય છે.


Google NewsGoogle News