પાકિસ્તાન: ઐતિહાસિક હિંદુ મંદિર સાધુ બેલા પૂરમાં ડૂબી ગયુ
ઈસ્લામાબાદ, તા. 07 સપ્ટેમ્બર 2022 બુધવાર
પાકિસ્તાનમાં છેલ્લા અમુક દિવસોથી પૂરનુ તાંડવ જોવા મળી રહ્યુ છે. પાકિસ્તાનમાં આ વર્ષે ચોમાસા દરમિયાન રેકોર્ડ વરસાદ નોંધાયા બાદ સિંધ પ્રાંત સ્થિત મંચર સરોવર ભરાઈ ગયુ છે. સતત થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે એક તૃતીયાંશ પાકિસ્તાન પાણીમાં ડૂબેલુ છે અને જૂનના મધ્યથી અત્યાર સુધી 1,300થી વધારે લોકોના પૂરના કારણે મોત થઈ ચૂક્યા છે.
આ પૂરમાં ઐતિહાસિક હિંદુ મંદિર સાધુ બેલા પણ ડૂબી ગયુ છે. મૂળ રીતે મેનક પર્વત તરીકે જાણીતુ સાધુ બેલા મંદિર તે ઐતિહાસિક સ્થળોમાંનુ એક છે, જેની સાથે એક વાર્તા જોડાયેલી છે.
ઈતિહાસ અનુસાર આપણે જાણીએ છીએ કે સ્વામી બ્રખંડી મહારાજ નામના એક કિશોરએ આધ્યાત્મિક માર્ગદર્શનની શોધમાં 1823માં પોતાના ગૃહ શહેર દિલ્હીને છોડી દીધુ. આધ્યાત્મિકતાની પોતાની શોધમાં તેમણે સિંધને પસંદ કર્યુ જે ત્યાં શોધી રહ્યા હતા. તેમણે સુક્કુર તરફ પોતાની યાત્રા કરી અને એક અલગ દ્વીપ પર રહેવાનો નિર્ણય કર્યો. ત્યાં તેમણે પોતાની પૂજા કરવા માટે અમુક મંદિરોનુ નિર્માણ કર્યુ અને આ પ્રકારે સાધુ બેલાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
એક દ્વીપમાં વસ્યુ છે મંદિર
સાધુ બેલો, સુક્કુર, સિંધ, પાકિસ્તાન નજીક સિંધુ નદીમાં એક દ્વીપ છે. આ દ્વીપ પોતાના હિન્દુ મંદિરો માટે પ્રસિદ્ધ છે. મંદિર સમકાલિક ઉદાસી આંદોલન સાથે જોડાયેલા છે. આ દ્વીપ તીર્થ સ્થાન માટે પ્રસિદ્ધ છે જે પાકિસ્તાનનુ સૌથી મોટુ હિંદુ મંદિર છે.