Get The App

અબુ ધાબીમાં બનેલા હિન્દુ મંદિરે પહેલા જ મહિને રેકોર્ડ સર્જયો, 3.50 લાખ ભાવિકોએ દર્શન કર્યા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News


અબુ ધાબીમાં બનેલા હિન્દુ મંદિરે પહેલા જ મહિને રેકોર્ડ સર્જયો, 3.50 લાખ ભાવિકોએ દર્શન કર્યા 1 - image

યુએઈના અબુ ધાબીમાં બનેલા હિન્દ મંદિરે પહેલા જ મહિને નવો રેકોર્ડ સર્જ્યો છે. મંદિર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે લોકો માટે આ મંદિર ખુલ્લા મૂકાયાના એક જ મહિનામાં સાડા ત્રણ લાખ કરતા વધારે ભાવિકોએ અહીં દર્શન કર્યા છે.

વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આ મંદિરનું ઉદઘાટન કર્યું હતું. એ પછી એક માર્ચે આ મંદિર ભક્તો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ મુકાયુ હતુ. મંદિરના પ્રવકતાએ ભારતની ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારી પ્રમાણે પહેલા મહિનામાં 3.50 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે અને દર શનિવારે તેમજ રવિવારે તો 50000 લોકો દર્શન માટે આવ્યા છે. દર સોમવારે મંદિર ભાવિકો માટે બંધ રહે છે અને તેનો અર્થ એ થયો કે પહેલા મહિનામાં સોમવારને બાદ કરવામાં આવે તો મંદિર 27 દિવસ ખુલ્લું રહ્યું હતું. મંગળવારથી રવિવાર સુધી રોજ સાંજે મંદિરના સ્વામીનારાયણ ઘાટના કિનારે સાંજે સાડા સાત વાગ્યે ગંગા આરતી કરવામાં આવે છે અને તેનો પણ હજારો ભાવિકો લાભ લે છે.

અબુ ધાબીમાં બનેલું આ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 700 કરોડના ખર્ચે 27 એકરમાં બનાવાયું છે. આ માટે રાજસ્થાનથી મંગાવવામાં આવેલી 18 લાખ ઈંટો તથા 1.8 લાખ ઘન મીટર બલુઆ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરાયો છે.


Google NewsGoogle News