Get The App

અમેરિકામાં 14 દિવસમાં વધુ એક મંદિર ખાલિસ્તાનીઓના નિશાને, ભારત અને PM વિરુદ્ધ લખ્યાં સૂત્રો

હેવર્ડમાં આવેલા શેરાવાલી મંદિરને નિશાન બનાવાયું

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં 14 દિવસમાં વધુ એક મંદિર ખાલિસ્તાનીઓના નિશાને, ભારત અને PM વિરુદ્ધ લખ્યાં સૂત્રો 1 - image


Khalistan News | ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો.

ખાલિસ્તાનીઓની અવળચંડાઈ! 

ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા હતા. અમેરિકામાં હિંદુઓ માટે કામ કરતી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા હુમલાની માહિતી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ હવે શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. HAF એ કહ્યું છે કે તે અમેરિકન સુરક્ષા કર્મચારીઓ, નાગરિક અધિકાર કાર્યકરો તેમજ મંદિરોનું નેતૃત્વ કરનારા લોકોના સંપર્કમાં છે.

અગાઉ પણ થયો હતો હુમલો 

આ પહેલા 22 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું.


Google NewsGoogle News