જાપાનમાં ૧૯૯૯ પછી માઇકોપ્લાઝમા નિમોનિયાના સૌથી વધુ કેસ, ખાંસી અને છીંકથી ફેલાતું સ્વસન સંબંધી સંક્રમણ
બાળકોને માઇક્રો પ્લાઝમા નિમોનિયાનું સંક્રમણની શકયતા વધુ
રોગીઓની સંખ્યા જૂન મહિના પછી સતત વધી રહી છે.
ટોકયો,૮ ઓકટોબર,૨૦૨૪,મંગળવાર
જાપાનમાં માઇક્રોપ્લાઝમા નિમોનિયાના કેસ ૧૯૯૯ પછી સૌથી વધુ જોવા મળ્યા છે. હાલના અઠવાડિયામાં રોગીની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. બેકેટરિયાના કારણે થતો માઇકોપ્લાઝમા નિમોનિયા એક પ્રકારનું શ્વસન સંબંધી સંક્રમણ છે. જે છીંક કે ખાંસી દરમિયાન સૂક્ષ્મબુંદોના લીધે ફેલાય છે. તાવ,થાક લાગવો અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે.
બાળકોને માઇક્રો પ્લાઝમા નિમોનિયાનું સંક્રમણ થવાની શકયતા વધારે રહે છે. નિમોનિયાના ગંભીર લક્ષણો જોવા મળે ત્યારે પીડિત દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. કેટલાક કિસ્સામાં મસ્તિષ્કનો સોજો અને એન્સેફલાઇટિસ જેવી સ્થિતિ પણ સર્જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનમાં માઇકોપ્લાઝમાં નિમોનિયા રોગીઓની સંખ્યા જૂન મહિના પછી સતત વધી રહી છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૯ સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ ૧.૬૪ કેસ વિવિધ હોસ્પિટલોમાં ધ્યાનમાં આવ્યા હતા. આ આંકડો ઓકટોબર ૨૦૧૬માં જોવા મળેલી ન્યુમોનિયાની મહામારી કરતા વધારે છે. મહામારીમાં ન્યુમોનિયાનું સરેરાશ પ્રમાણ ૧.૬૧ જેટલું હતું. ૧૯૯૯થી ડેટા એકત્રિત કરવામાં આવે છે ત્યાર પછી સૌથી વધુ કેસ જોવા મળી રહયા છે જે ચિંતાનો વિષય છે.