Get The App

હિઝબુલ્લાહનો ઈઝરાયલ પર પ્રચંડ હુમલો, સાત નાગરિકોના મોત, ઈરાન પણ બદલો લેવાની તૈયારીમાં!

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
હિઝબુલ્લાહનો ઈઝરાયલ પર પ્રચંડ હુમલો, સાત નાગરિકોના મોત, ઈરાન પણ બદલો લેવાની તૈયારીમાં! 1 - image


Iran Israel War: મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. પહેલા ઈરાનનો ઈઝરાયલ પર હુમલો પછી ઈઝરાયલનો ઈરાન પર વળતો હુમલો, હવે ઈઝરાયલી ગુપ્ત જાણકારી અનુસાર ઈરાન આગામી દિવસોમાં ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ હુમલો પાંચ નવેમ્બરે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા થશે.

ટૂંક સમયમાં થશે હુમલો

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો મોટી સંખ્યામાં ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને ઈરાકના કોઈ વિસ્તારથી થવાની આશા છે. ઈરાકમાં ઈરાન સમર્થક લશ્કરના માધ્યમથી હુમલો કરવો તહેરાન દ્વારા ઈરાનમાં વ્યૂહાત્મક લક્ષ્યો વિરુદ્ધ વધુ એક ઈઝરાયલી હુમલાથી બચવાનો પ્રયત્ન હોઈ શકે છે.

થોડા દિવસ પહેલા યુદ્ધ વિમાનોથી ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. એક ઈઝરાયલી અધિકારીનો હવાલો આપતાં જણાવ્યુ હતું કે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુક્લિયર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા નથી. રિપોર્ટ અનુસાર શનિવારે સવારે ઈઝરાયલે સીરિયાના મધ્ય અને દક્ષિણી ભાગોમાં અમુક સૈન્ય ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી.

આ પણ વાંચો: કેનેડાએ ફરી સણસણતા આરોપ મૂક્યાં, ભારત કરે છે સાઈબર જાસૂસી, સૈન્યની વેબસાઈટ પર કર્યો હુમલો

હિઝબુલ્લાહના હુમલામાં સાત ઈઝરાયલી નાગરિકોના મોત

એક રિપોર્ટ અનુસાર ઉત્તરી ઈઝરાયલ પર હિઝબુલ્લાહના રોકેટ હુમલામાં મેટુલા અને હાઈફાની પાસે કૃષિ ક્ષેત્રોમાં સાત લોકોના મૃત્યુ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સીમાવર્તી શહેર મેટુલા નજીક ગુરુવારે સવારે હુમલો થયો, હિઝબુલ્લાહે લેબનોનથી એક રોકેટ દાગ્યો જે એક સફરજનના બગીચામાં જઈ પડ્યુ, જેમાં પાંચ લોકોના મોત થયા.

રિપોર્ટ અનુસાર કલાકો બાદ, કિર્યત અતાના હાઈફા ઉપનગરની બહાર એક જૈતૂનના બગીચામાં અન્ય બે લોકો માર્યા ગયા. હિઝબુલ્લાહના આ વિસ્તાર પર ડઝનો રોકેટ દાગ્યા. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેજ (આઈડીએફ) એ પણ એક નિવેદનમાં હિઝબુલ્લાહના હુમલાની પુષ્ટિ કરી. 

તમામ મૃતક ખેતમજૂર હતા

આઈડીએફે એક્સ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે હિઝબુલ્લાહના રોકેટોએ આજે ઈઝરાયલની અંદર સાત નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા. અમે હિઝબુલ્લાહના ઘાતક હુમલાને અનુત્તરિત જવા દઈશું નહીં. આઈડીએફે જણાવ્યું કે તમામ પીડિત ખેતમજૂર હતા જે બગીચામાં કામ કરી રહ્યા હતા. તેમાંથી એક ઈઝરાયલી નાગરિક હતો, જ્યારે અન્ય વિદેશી નાગરિક હતા. આ દરમિયાન ઈઝરાયલે ગુરુવારે સીરિયામાં હિઝબુલ્લાહની રાડવાન ફોર્સેજ અને તેની યુદ્ધ સામગ્રી એકમ દ્વારા ઉપયોગ કરનારા હથિયારોના સંગ્રહની સુવિધાઓ અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.


Google NewsGoogle News