Get The App

હિઝબુલ્લાહનો પહેલીવાર મોસાદના હેડક્વાર્ટર પર હુમલો, તેલઅવીવમાં હાઈ એલર્ટ જાહેર

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
હિઝબુલ્લાહનો પહેલીવાર મોસાદના હેડક્વાર્ટર પર હુમલો, તેલઅવીવમાં હાઈ એલર્ટ જાહેર 1 - image


- ઇઝરાયેલની સેના લેબનોનમાં જમીન માર્ગે ઘૂસવા તૈયાર

- લેબનોનમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં 26 હુમલામાં 51ના મોત, હિઝબુલ્લાહે પણ 300 રોકેટ છોડયા

- ઇઝરાયેલે તાજેતરના હુમલા પછી રિઝર્વ ગ્રૂપને સક્રિય કર્યા, તેની બે બટાલિયોનોને બોલાવવામાં આવશે

નવી દિલ્હી : ઇઝરાયેલ સાથે ચાલતા સંઘર્ષમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પહેલી જ વાર તેલ અવીવમાં હુમલો કર્યો છે. તેના લીધે ઇઝરાયેલ હચમચી ગયું છે. તેના લીધે તેલઅવીવમાં હાઈ એલર્ટ છે. તેલ અવીવમાં આખી રાત ચેતવણીની સાઇરન વાગતી રહી હતી. જો કે કેટલાય રોકેટને ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે ખતમ કરી દીધા હતા. જો કે મિસાઇલને હવામાં જ ખતમ કરી દેવાતા મોસાદને નુકસાન થયું નથી. 

ઇઝરાયેલે પોતાની ડેવિડ સ્લિંગ નામની એર ડિફેન્સ સિસ્ટમ વડે મિસાઇલને હવામાં જ ઉડાવી દીધું હતું. આ એક મધ્યમ અંતરનુ બેલિસ્ટિક મિસાઇલ છે જેને ટૂંકા અંતરના મિસાઇલોને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આઇડીએફનું કહેવું છે કે જે સ્થળેથી રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યાં તેણે એરસ્ટ્રાઇક કરી છે અને લોન્ચરને ખતમ કરી નાખ્યું છે. આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે ઇઝરાયેલે ૩૦૦ રોકેટ છોડયા હતા. 

હિઝબુલ્લાહે લેબનોનમાં બુધવારે પણ એરસ્ટ્રાઇક જારી રાખતા ૨૬ હુમલામાં ૫૧ના મોત થયા હતા અને ૨૨૩ ઘાયલ છે. મૃતકોમાં ૧૦ સીરિયન અને ૧૫ લેબનીઝ નાગરિકો સામેલ છે. 

આ પહેલા ઇઝરાયેલે લેબનોનમાં હીઝબુલ્લાહના ૧,૬૦૦ ઠેકાણાઓ પર કરેલા હુમલામાં લગભગ પોણા છસો લોકોના મોત થયા હતા. ઇઝરાયેલના લડાકુ વિમાનોની ગર્જનાથી દક્ષિણ લેબનોનમાં ભયનું વાતાવરણ છે. ઇઝરાયેલે હવે દક્ષિણ લેબનોનના ગામ અને કસબાઓને નિશાન બનાવવા માંડયા છે, જેથી કોઈ હિઝબુલ્લાહને શરણ આપવાનું પણ ન વિચારી શકે. 

આ ઉપરાંત હિઝબુલ્લાહના સંચાર વિભાગે દાવો કર્યો છે કે ઇઝરાયેલ બેક્કા ઘાટીમાં બારકોડવાળા પરચા છોડી રહ્યુ છે. હિઝબુલ્લાહે લોકોને બારકોડ સ્કેન ન કરવાની સલાહ આપી છે. આ ખતરનાક બારકોડને તરત જ ખતમ કરવાની સલાહ આપી છે. આ માધ્યમથી જાસૂસી થઈ શકે છે અને સુરક્ષા પણ ભયમાં મૂકાઈ શકે છે. 

ઇઝરાયેલે કરેલા પેજર અને વોકીટોકી બ્લાસ્ટના લીધે હીઝબુલ્લાના ૧,૫૦૦ લડાકુઓ કાયમ માટે અપંગ થઈ ગયા છે. આમ તેઓ હવે હીઝબુલ્લાહ માટે કોઈ કામના રહ્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે કોઈપણ રીતે લડી શકવાની સ્થિતિમાં નથી. આમ હીઝબુલ્લાહે લગભગ ૫૦ના મોત પછી બીજા ૧,૬૦૦ લડવૈયાથી હાથ ધોવા પડયા છે.

હીઝબુલ્લાહ સાથેનું યુદ્ધ વધુને વધુ ઘેરુ બનતા ઇજરાયેલે તેની રિઝર્વ ફોર્સને તૈયાર રહેવા માટે જમાવી દીધું છે. લશ્કરે જણાવ્યું હતું કે બે રિઝર્વ બ્રિગેડને તૈયાર રહેવા જણાવી દીધું છે. હીઝબુલ્લાહે તેલઅવીવ પર મિસાઇલ છોડયાના ગણતરીના કલાકોમાં આ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ઇઝરાયેલના દક્ષિણ લેબનોન પરના હુમલા પછી લગભગ એક લાખ લોકો વિસ્થાપિત થયા છે. બધા ઉત્તર લેબનોન અથવા સીરિયા તરફ જવા માટેની દોડ પકડી છે. 


Google NewsGoogle News