Get The App

ઇઝરાયલ સાથે ફરી યુદ્ધના એંધાણ, જાણો કોને બનાવાયો હિઝબુલ્લાહનો નવો કમાન્ડર

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ઇઝરાયલ સાથે ફરી યુદ્ધના એંધાણ, જાણો કોને બનાવાયો હિઝબુલ્લાહનો નવો કમાન્ડર 1 - image


Image: Facebook

Israel vs Hezbollah: ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરી રહેલા ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે પોતાના નવા કમાન્ડરની પસંદગી કરી લીધી છે. ગયા મહિને જ તેના કમાન્ડર નસરલ્લાહને ઈઝરાયલે ઠાર માર્યો હતો અને હવે તેનું સ્થાન કમાન્ડર નઈમ કાસિમ લેશે. લાંબા સમયથી ચર્ચા હતી કે નઈમ કાસિમને નસરલ્લાહની જગ્યા આપી શકાય તેમ છે, જેની પર હવે મોહર લાગી ગઈ છે. એટલું જ નહીં કહેવાઈ રહ્યું છે કે તે હાલ ઈરાનમાં છુપાયેલો છે. ઈઝરાયલી હુમલાના ડરથી તે ક્યાંક તહેરાનમાં રહી રહ્યો છે અને ત્યાંથી હિઝબુલ્લાહને કમાન્ડ કરી રહ્યો છે. નસરલ્લાહને 27 સપ્ટેમ્બરે બેરુતમાં થયેલા ઈઝરાયલના એક ભીષણ હુમલામાં ઠાર મારવામાં આવ્યો હતો.

હિઝબુલ્લાહે એક નિવેદન જારી કરીને કહ્યું કે 'નઈમ કાસિમને શૂરા કાઉન્સિલે ચીફ પસંદ કર્યાં છે. તે 1991થી જ હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ તરીકે કામ કરી રહ્યાં હતા. તે લાંબા સમય સુધી હિઝબુલ્લાહના પ્રવક્તા તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હિઝબુલ્લાહની પ્રોપેગેન્ડા મશીનરીનું પણ તે સંચાલન કરતા રહ્યા છે.' નઈમ કાસિમે ઘણી વખત વિદેશી મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યા છે અને ઈઝરાયલ વિરુદ્ધ હિઝબુલ્લાહના એક ચહેરા તરીકે સામે આવતો રહ્યો છે. હવે તેને કમાન સોંપીને હિઝબુલ્લાહે ફરીથી પોતાની ગતિવિધિઓને આગળ વધારી છે.

આ પણ વાંચો: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે, જાણો પૃથ્વીવાસીઓને શું કહ્યું...

27 સપ્ટેમ્બરે હિઝબુલ્લાહ કમાન્ડર નસરલ્લાહ ઠાર મર્યો. તે સાથે જ ઈઝરાયલે હિઝબુલ્લાહના એક અન્ય કમાન્ડર હાશેમ સફીદીનને પણ ઠાર માર્યો હતો. તેને પણ નસરલ્લાહના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતો હતો પરંતુ હવે નઈમ કાસિમને આ કમાન મળી છે. નસરલ્લાહના મર્યા બાદ નઈમ કાસિમે ત્રણ વખત મીડિયાને પણ સંબોધિત કરી હતી. તેણે 8 ઓક્ટોબરે આપેલા પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે 'હું સીઝફાયરનું પણ સમર્થન કરું છું. જેથી લેબનોનના લોકોની રક્ષા કરી શકાય.'

ઉલ્લેખનીય છે કે હજુ પણ ઈઝરાયલે ગાઝા કે પછી લેબનોનમાં સીઝફાયર પર સંમતિ વ્યક્ત કરી નથી. તે સતત બંને દેશ પર હુમલા કરી રહ્યું છે. 


Google NewsGoogle News