લેબનોનમાં મસ્જિદમાંથી હીઝબુલ્લાના મિસાઇલ સહિતના શસ્ત્રો જપ્ત
- લેબનોનના બૈરૂતમાં ભર બજારમાં આવેલી મસ્જિદમાંથી શસ્ત્રો ઝડપ્યા અને તેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ કરી
- ઇઝરાયેલના લશ્કરી દળોએ હીઝબુલ્લાહના બનનારા નવા વડા હાશેમ સૈફિદ્દિનને પણ ઠાર કર્યાને સમર્થન
- વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન રોકાયા હતા તે જ હોટેલ પર ડ્રોન સતત મંડરાતા મુલાકાત ઘટાડી દીધી
તેલઅવીવ : લેબનોનમાં ઇઝરાયેલના લશ્કરે એક લશ્કરી કાર્યવાહી દરમિયાન ભર બજારમાં આવેલી મસ્જિદમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. હીઝબુલ્લાહે છૂપાવેલા આ શસ્ત્રોના જંગી જથ્થામાં ગ્રેનેડ, રોકેટ લોન્ચર એ મિસાઇલોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત આરપીજી, લડાકુ જેકેટ, કોર્નેટ મિસાઇલો સહિતના અન્ય શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેની તસ્વીરો પણ દર્શાવી છે. તેની સાથે તેણે લખ્યું છે કે હીઝબુલ્લાહના આતંકવાદીઓ તેનો ઉપયોગ આતંકવાદ માટે કરી રહ્યા હતા. હીઝબુલ્લાહે મસ્જિદને પણ આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધી છે.
આ દરમિયાન મંગળવારે ઇઝરાયેલના લશ્કરે જોરદાર હુમલો કરતા લશ્કરી કાર્યવાહી કરી હતી. તેમા કમસેકમ ડઝનથી વધુના મોત થયો હોવાનો દાવો કર્યો છે.ઇઝરાયેલના લશ્કરના હુમલામાં કમસેકમ ડઝનેકના મોત થયા છે અને અનેક ઇજા પામ્યા છે.
ઇઝરાયેલે ગાઝામાં હમાસ તો લેબનોનનમાં હીઝબુલ્લાહને ખખતમ કરવાના પ્રતિજ્ઞાા લીધે છે. બંને આતંકવાદી સંગઠનોના છેલ્લા સભ્યને ખતમ કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઇઝરાયેલ શાંતિથી નહીં બેસે તેમ તેણે જણાવ્યું છે. આ ઉપરાંત હીઝબુલ્લાહે તે વાતને સમર્થન આપ્યું છે કે તેના ભાવિ વડા હાશેમ સૈફિદિનને ઇઝરાયેલે થોડા દિવસો પહેલા કરેલી એરસ્ટ્રાઇકમાં ખતમ કર્યો હતો. સૈફિદિન પક્ષની રેન્કમાં જાણીતો વિદ્વાન હતો. તેને હસન નસરલ્લાહનો કુદરતી વારસદાર માનવામાં આવતો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ઇઝરાયેલે સતત અને અવિરત કરેલા હુમલામાં હમાસના ટોચના આગેવાનોના મોત થયા છે.હવે લેબનોના હાલ પણ ગાઝાપટ્ટી થવાના સંકેતો ઘડાઈ ગયા છે.
આ દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન ઇઝરાયેલ આવ્યા હતા અને આ તેમની મધ્યપૂર્વની ૧૧મી મુલાકાત હતી. તેઓ પીએમ બેન્જામીન નેતન્યાહુને મળ્યા હતા. નેતન્યાહુએ દાવો કર્યો હતો કે જો તેમના બંધકોને છોડી દેવાય તો તે તાત્કાલિક યુદ્ધવિરાનો અંત આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે બ્લિન્કેન સાથે તેમની મુલાકાત સફળ અને ફળદાયી રહી હતી.
આ સિવાય અમેરિકાના વિદેશપ્રધાન બ્લિન્કેન જે હોટેલમાં રોકાયા હતાં ત્યાં જ ડ્રોન આવ્યુ હતુ, પરંતુ તેણે હુમલો કર્યો ન હતો. તેના પગલે તેમણે તરત જ મુલાકાત ટૂંકાવી પરત ફરવાનો નિર્ણય લઈ લીધો છે.
ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં તેની ભૂમિ કાર્યવાહી જારી રાખતા ટાયર શહેર પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના જેટે આ શહેર પર હુમલો કર્યો તે પહેલાં ત્યાંના નાગરિકોને શહેર ખાલી કરવાનો અને સલામત સ્થળે જવાનો આદેશ આપી દીધો હતો.
ઇઝરાયેલે બુધવારે દક્ષિણ લેબનોનના પાંચ શહેરોમાં હવાઈ હુમલા કર્યા છે અને તેમા અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા ેછે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આમ છતાં હજી પણ આ આંકડો વધી શકે છે. ઇઝરાયેલે હમાસની જેમ હીઝબુલ્લાહને પણ ખતમ કરવાની પ્રતિજ્ઞાા લીધી છે અને તેથી ગાઝાની જેમ લેબનોનનમાં પણ ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી લાંબા ચાલે તેમ મનાય છે. ઇઝરાયેલે આખું દક્ષિણ લેબનોન ખાલી કરાવી દીધું છે અને આગામી સમયમાં તે ઉત્તર તરફ આગળ વધે તો આશ્ચર્ય નહીં થાય.