ઇરાન સમર્થક હિઝબુલ્લાહે ઈઝરાયલ પર કર્યા તાબડતોબ ડ્રોન હુમલા, યુદ્ધની વધતી જતી શક્યતા

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
ઇરાન સમર્થક હિઝબુલ્લાહે ઈઝરાયલ પર કર્યા તાબડતોબ ડ્રોન હુમલા, યુદ્ધની વધતી જતી શક્યતા 1 - image


Israel-Iran Controversy : ઈરાનની રાજધાની તેહરાન (Tehran)માં ઈઝરાયેલના મોટા દુશ્મન હમાસના કમાન્ડર ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh)ની કથિત હત્યા થયા બાદ બંને દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે અને બંને વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હાનિયાના મોત બાદ ઈરાન અને હિજબુલ્લાહે (Iran And Hezbollah) પણ ઈઝરાયેલ (Israel)નો વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે અને તેણે ગઈકાલે મિસાઈલ મારો (Missile Attack) કર્યા બાદ આજે ડ્રોનથી તાબડતોબ હુમલો (Drone Attack) કર્યો છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, હુમલામાં અમારા બે સૈનિકો ઘાયલ થયા છે તેમજ વિસ્તારમાં આગ લાગી ગઈ છે. 

ઈઝરાયેલ પર હુમલો કર્યો હોવાનો હિઝબુલ્લાનો સ્વિકાર

ઈરાનનું સમર્થન કરતા હિઝબુલ્લાએ કહ્યું કે, ઈઝરાયેલે દક્ષિણ લેબનોનના ઘણા ગામડાઓમાં હુમલાઓ અને હત્યા કરાયા બાદ અમે ઉત્તર ઈઝરાયેલમાં એક સૈનિક ઠેકાણા પર હુમલો કર્યો છે. આ પહેલા હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહે સોગંદ ખાઈ કહ્યું હતું કે, અમે ઈઝરાયેલ સાથે બદલો લઈને રહીશું.

આ પણ વાંચો : 'ઈઝરાયલ પર હુમલો તો કરીશું જ', ઈરાનનો મુસ્લિમ દેશોને જવાબ, ધીરજ રાખવાનો ઈનકાર

લેબનોનમાં ઈઝરાયેલી હુમલામાં બેના મોત

ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, અપર ગેલીલ પ્રદેશના કિબુટ્સના એલેટ હાશહેરમાં હુમલાના કારણે આગ લાગી છે. બીજીતરફ લેબનોનની સરકારી સમાચાર એજન્સીનું કહેવું છે કે, ઈઝરાયેલી અહીં એક ગામમાં કબ્રસ્તાન પાસે ડ્રોન હુમલો કર્યો છે, જેમાં બે લોકોના મોત થયા છે. આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ રવિવારે કેબિનેટ બેઠકમાં કહ્યું હતું કે, ‘ઈઝરાયેલ પહેલેથી જ ઈરાન અને તેના સાથીઓ સાથે યુદ્ધ લડી રહ્યું છે. ઈઝરાયેલ કોઈપણ સ્થિતિ માટે તૈયાર છે. અમે ઈરાન અને તેના સાથી દેશોને વળતો જવાબ આપવા તૈયાર છે.’ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે અમેરિકા પણ કુદી પડ્યું છે અને તે ઈઝરાયેલને સંભવિત હુમલાથી બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

હમાસના વડા હાનિયાની હત્યા બાદ વધ્યો તણાવ

તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલા હુમલામાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું મોત થયું હતું. તેમની હત્યા પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરાયો હતો. જોકે, આ અંગે ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી. આ ઘટના બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સ્થિતિ વણસી છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ વચ્ચે નવા યુદ્ધના ભણકારાં વચ્ચે અમેરિકાએ સાથીઓને ચેતવ્યાં


Google NewsGoogle News