Get The App

VIDEO: હિઝબુલ્લાહે ઈઝરાયલ પર એક પછી એક 30 રોકેટ ઝીંક્યા, આકાશનો રંગ પણ બદલાઈ ગયો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Hezbollah Rocket Attack on Israel


Hezbollah Rocket Attack on Israel: હિઝબુલ્લાહએ રવિવારે રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રૉકેટ છોડીને હુમલો કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઇઝરાયેલ આર્મી(IDF)એ સોમવારે જણાવ્યું હતું કે રૉકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હોવાથી કોઈનું મૃત્યુ થયું નથી.

હિઝબુલ્લાએ રૉકેટ હુમલાની જવાબદારી લીધી

આઇડીએફના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઇઝરાયલના કબારી વિસ્તારમાં રૉકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેના લેબનોનના એ વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાંથી રૉકેટ છોડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના, હોટેલની છત પર હેલિકોપ્ટર થયું ક્રેશ, 2નાં મોત, આગ ફેલાતા 400ને બચાવાયા

X પર IDF એ પોસ્ટ કર્યું હતું કે, 'છેલ્લા કલાકમાં દેશના ઉત્તરમાં સક્રિય કરાયેલી ઍલર્ટ ઉપરાંત, લેબનોનના પ્રદેશથી કબારી પ્રદેશ સુધીમાં લગભગ 30 લૉન્ચર શોધી કાઢવામાં આવ્યા હતા અને ખુલ્લા વિસ્તારોમાં સંખ્યાબંધ ક્રેશ મળી આવ્યા હતા. કોઈ જાનહાનિ નથી.'

હિઝબુલ્લાએ રૉકેટ હુમલાની જવાબદારી લીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું.

અમેરિકાએ ગાઇડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરી

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહના હુમલા બાદ યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઇડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઇઝરાયલની મદદ માટે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન મોકલી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં દેખાવો હિંસક બન્યા, બેનાં મોત

તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. ઈરાને આ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારથી, ગાઝા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ ઘણો વધી ગયો છે.

VIDEO: હિઝબુલ્લાહે ઈઝરાયલ પર એક પછી એક 30 રોકેટ ઝીંક્યા, આકાશનો રંગ પણ બદલાઈ ગયો 2 - image



Google NewsGoogle News