VIDEO: હિઝબુલ્લાનો ઈઝરાયેલ પર ભયાનક હુમલો, 115થી વધુ રૉકેટ ઝીંક્યા, કારો સળગી, બિલ્ડિંગોને નુકસાન
Israel-Hezbollah War : લેબેનોનમાં પેઝર-મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાં ધડાધડ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે ભારેલા અગ્નિજેવી સ્થિતિ સર્જાઈ છે. બંને દેશો વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોય, તેમ એકબીજા પર સતત હુમલા અને રોકેટ મારો ચલાવી રહ્યા છે. હાલ મળતા અહેવાલો મુજબ લેબનોન સ્થિત હિઝબુલ્લાના દળે ઈઝરાયલ પર 115થી વધુ રૉકેટ ઝીંક્યા છે. એવી વિગતો સામે આવી છે, સૌથી વધુ ઉત્તરના હાઈફા શહેરમાં મોટી તબાહી મચી છે.
અનેક બિલ્ડિંગોને નુસાન, ઘણી કારોમાં આગ
ઈઝરાયલી મીડિયાના જણાવ્યા મુજબ, હિઝબુલ્લાએ ઉત્તર સ્થિત એક લશ્કરી એરપોર્ટને નિશાન બનાવ્યું છે. હુમલા બાદ જેજ્રેલ, ગોલા હાઈટ્સ સહિતના અનેક સ્થળે સાયરનો સંભળાવા લાગી છે. સૌથી વધુ હાઈફામાં ખુંવારી સર્જાઈ છે, જ્યાં અનેક બિલ્ડિંગોને નુકસાન થયું છે, તો અનેક કારો આગમાં લપેટાઈ ગઈ છે.
ચાર લોકો ઈજાગ્રસ્ત
સમાચાર એજ્સી સિન્હુઆએ સ્થાનિક મીડિયાને ટાંકીને કહ્યું છે કે, ઈઝરાયલના મૈગન ડેવિડ એડોમ ઈમરજન્સી સેવાએ કહ્યું કે, હુમલામાં ચાર લોકોને ઈજા થઈ છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ છે.
આ પણ વાંચો : ઈરાનમાં ગેસ લીક થતાં ભયંકર વિસ્ફોટ, 50 લોકોનાં મોતથી હાહાકાર, 20થી વધુ ઈજાગ્રસ્ત થયા
ઈઝરાયલે પણ આપ્યો વળતો જવાબ
હિઝબુલ્લાના હુમલા બાદ ઈઝરાયલે પણ વળો જવાબ આપ્યો છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં અનેક મિસાઈલો ઝીંકી છે અને હિઝબુલ્લા વિરુદ્ધ હુમલા ચાલી રાખવાની કસમ ખાધી છે. રૉકેટ હુમલા બાદ ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડોએ શાળાઓ, સભાઓ અને આંદોલનો બંધ રાખવાની જાહેરાત કરી છે.
હિઝબુલ્લાએ હુમલાની જવાબદારી લઈને કહ્યું કે, અમે હથિયાર બનાવતી કંપની રાફેલને નિશાન બનાવી રહ્યા હતા.
ઈઝરાયલી નાગરિકો બોમ્બ શેલ્ટરમાં છુપાયા
ઈઝરાયલી સેનાએ કહ્યું કે, હિઝબુલ્લા તરફથી ઝીંકાયેલા રૉકેટ વસાહતી વિસ્તારો તરફ છોડાયા હતા. અમારી સિસ્ટમ હુમલાને અટકાવા માટે હાઈએલર્ટ પર છે. અમારા હાઈફા, નાજરેથ, અફુલા, લોઅર ગલીલ સહિત અનેક સૈન્ય ઠેકાણાઓને એલર્ટ જાહેર કરાયું છે. સેનાએ એક પોસ્ટમાં કહ્યું કે, હિઝબુલ્લાના આતંકવાદીઓ અમારા નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. અમારા હજારો નાગરિકો બોમ્બ શેલ્ટરમાં છુપાવા મજબૂર થયા છે.
આ પણ વાંચો : સુધરી જાઓ: ક્વાડે ચીન-પાકિસ્તાનને આપી ચેતવણી, મુંબઈ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ