હિઝબુલ્લાહે કર્યું યુદ્ધનું એલાન! કહ્યું- 'આ ધર્મ યુદ્ધ... કરોળિયાના જાળાથી પણ નબળું ઈઝરાયલ', અમેરિકાને પણ ચેતવણી!

પેલેસ્ટાઈનમાં મોટું યુદ્ધ થઈ રહ્યું છે, જે જીવતા છે તેને મારવામાં આવી રહ્યા છે : હિઝ્બુલ્લા ચીફ

લેબનાનનું આતંકવાદી સંગઠન ઈઝરાયલ વિરૂદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરશે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
હિઝબુલ્લાહે કર્યું યુદ્ધનું એલાન! કહ્યું- 'આ ધર્મ યુદ્ધ... કરોળિયાના જાળાથી પણ નબળું ઈઝરાયલ', અમેરિકાને પણ ચેતવણી! 1 - image

hamas israel palestine war : ઈઝરાયલ છેલ્લા 28 દિવસથી હમાસ અને હિઝ્બુલ્લા સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ વચ્ચે હિઝ્બુલ્લા ચીફ નસરુલ્લાહે કહ્યું કે, મસ્જિદ અલ-અસક્સાને લઈને છેલ્લા કેટલાક સમયથી સમસ્યા થઈ રહી છે. ગાઝાને છેલ્લા 20 વર્ષથી ઘેરી રાખ્યું છે, ગાઝામાં 20 મિલિયન લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે. તેમના ઘરોને તોડવામાં આવી રહ્યા છે, તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પરંતુ તેની ચિંતા કોઈને નથી. આ અંગે ન UN પૂછે છે, ન OIC, અરબ લીગ અને યૂરોપીય યૂનિયને તેની ચિંતા છે. પેલેસ્ટાઈનમાં જે ચાલી રહ્યું છે, બધુ ભુલાઈ ચૂક્યું છે. બીજી તરફ દુશ્મનની પોલિસી સતત વધી રહી છે, જે દરરોજ ઝુલમ વધારી રહ્યા છે.

નસરુલ્લાહે કહ્યું કે, હથિયારથી પહેલા ઈમાન અમારી તાકાત છે. ઈઝરાયલની સેના કરોળિયાના જાળાથી પણ નબળી છે. અમેરિકન બોમ્બની પણ કોઈ તાકાત નથી.

નસરુલ્લાહે કહ્યું કે, આ યુદ્ધમાં જે દેશ અમારી સાથે ઉભો છે, હું તેનો આભાર માનું છું. તેમણે કહ્યું કે, તમામને ખબર છે કે, પેલેસ્ટાઈનના લોકો 75 વર્ષથી વધુ સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ મુશ્કેલી વધી ગઈ છે. ઈઝરાયલ ક્રૂર શાસન પેલેસ્ટાઈન પર સતત હુમલા કરી રહ્યું છે. ઘણા બધા પેલેસ્ટાઈનવાસીઓને કેદ કર્યા છે, જે ઈઝરાયલની જેલોમાં કેદ છે.

નસરુલ્લાહે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય વાત કરવાનો છે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો અંગે અમે વાત કરીશું. તેમણે કહ્યું કે, માર્યા ગયેલા લોકો પર અત્યાચાર થયો છે. પેલેસ્ટાઈનના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આજે હું પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીશ અને જવાબદારીને લઈને વાત કરીશ.

નસરુલ્લાહે કહ્યું કે, હમાસ દ્વારા 7 ઓક્ટોબરે શરૂ કરવામાં આવેલ ઓપરેશન 100 ટકા પેલેસ્ટાઈનનું હતું. હિઝ્બુલ્લા નેતાએ ઈઝરાયલ વિરૂદ્ધની લડાઈમાં ભાગ લેવા માટે યમન અને ઈરાકના સમૂહોનો આભાર માન્યો છે. સાથે જ ઈઝરાયલ પર પેલેસ્ટાઈનવાસીઓ વિરૂદ્ધ માનવાધિકારોના હનનનો આરોપ લગાવ્યો. નસરુલ્લાહે કહ્યું કે, ઈઝરાયલની સૌથી મોટી ભૂલોમાંથી એક એવી રીતે ટાર્ગેટ સેટ કરવાની છે, જેમને તેઓ મેળવી નથી શકતા. અમે મજબૂત અને બહાદૂર ઈરાક અને યમનને સલામ કરવા માંગીએ છીએ જે આ ધર્મ યુદ્ધમાં સામેલ છે.


Google NewsGoogle News