Get The App

લેબેનોનમાં હોસ્પિટલની નીચે છે કરોડોનું સોનું અને રોકડા: ઈઝરાયલના દાવાથી હડકંપ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
Hezbollah


Hezbollah in Lebanon: ઈઝરાયલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક સ્થળો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. હિઝબુલ્લાહ પણ હાર સ્વીકારવા તૈયાર નથી, તે પણ રોજ નવા-નવા પેંતરાથી ઈઝરાયલ પર હુમલો કરી રહ્યો છે. હિઝબુલ્લાએ લેબનોનની એક હોસ્પિટલમાં બનાવેલા બંકરમાં જંગી માત્રામાં સોનું અને રોકડ છુપાવ્યું હોવાનો દાવો ઈઝરાયલની સેનાએ કર્યો છે.

આર્થિક પાયમાલ કરવાનો ઈરાદો

ઈઝરાયલ અત્યારસુધી હમાસ અને હિઝબુલ્લાહ બંનેને ટાર્ગેટ બનાવી તેમના વિવિધ સ્થળો પર હુમલો કરી રહ્યું હતું. પરંતુ હવે તે હિઝબુલ્લાહને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાના લક્ષ્યાંક સાથે તેના નાણાકીય સાધનો અને સંપત્તિને નિશાન બનાવી રહ્યું છે.

IDF એ કર્યો દાવો

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે, હિઝબુલ્લાહે લેબનોનની રાજધાની બેરૂતમાં એક હોસ્પિટલની નીચે બંકર બનાવ્યું છે. અને તેમાં લાખો ડોલરની રોકડ અને અબજોનું સોનું છુપાવ્યું છે. તે હાલ આ સ્થળ પર હુમલો નહીં કરે. હાલ તેના ટાર્ગેટમાં હિઝબુલ્લાહના નાણાકીય સ્થળો પર છે. ઈઝરાયલના આ આરોપને અલ-સાલેહ હોસ્પિટલના ડિરેક્ટર અને શિયા અમલ મુવમેન્ટ પાર્ટીના લેબનોન ધારાસભ્ય ફાદી અલામેહે ઈઝરાયલના આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ ડોલરનો દબદબો ખતમ કરવા સજ્જ BRICS! મોદી, પુતિન અને જિનપિંગની મીટિંગમાં લેવાઈ શકે છે નિર્ણય

શું કહ્યું ફાદી આલમેહે?

ફાદી અલામેહે કહ્યું કે ઇઝરાયલની સેનાએ હોસ્પિટલમાં આવીને જોયું કે ત્યાં માત્ર ઓપરેશન રૂમ અને દર્દીઓ હતા. હોસ્પિટલને હવે ખાલી કરાવવામાં આવી રહી છે. ઇઝરાયેલી સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીના દાવાઓ ખોટા છે, અને તેની ખાતરી અમે આપતા નથી. ડેનિયલ હગારીનું કહેવું છે કે ઈઝરાયલના ઈન્ટેલિજન્સ વિભાગે ઘણા વર્ષો સુધી મહેનત બાદ આ માહિતી મેળવી છે. જો કે હજુ સુધી આ મામલે હિઝબુલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સૈયદ હસન નસરાલ્લાહે બંકર બનાવ્યું હતું

ડેનિયલ હગારીએ દાવો કર્યો છે કે આ બંકર હિઝબુલ્લાહના પૂર્વ નેતા સૈયદ હસન નસરાલ્લાહે બનાવ્યું હતું. આ બંકરની અંદર કેટલાક મિલિયન ડોલર રોકડ રાખવામાં આવ્યા છે., હું લેબનીઝ સરકાર, તેના સત્તાવાળાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને કહું છું કે હિઝબુલ્લાહને આ નાણાંનો ઉપયોગ આતંક ફેલાવવા અને ઈઝરાયલ પર હુમલો કરવા માટે ન કરવા દે. ઈઝરાયલની વાયુસેના આ સંકુલ પર નજર રાખી રહી છે. અને ઈઝરાયલ હોસ્પિટલ પર હુમલો નહીં કરે તેનું વચન પણ આપ્યું છે.

લેબેનોનમાં હોસ્પિટલની નીચે છે કરોડોનું સોનું અને રોકડા: ઈઝરાયલના દાવાથી હડકંપ 2 - image


Google NewsGoogle News