Get The App

હિજબુલ્લાહે સોવિયત જમાનાના ડ્રોનમાંથી તૈયાર કરી ક્રુઝ મિસાઇલો, ઇઝરાયલની ચિંતા વધી

સોવિયત સંઘના જમાનામાં ટીયુ-૧૪૩ ડ્રોન જાસુસ માટે વપરાતું હતું.

ડ્રોનમાંથી તૈયાર થયેલી ડી આર-૩ ક્રુઝ મિસાઇલની રેંજ ૨૦૦ કિમીની છે

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
હિજબુલ્લાહે સોવિયત જમાનાના ડ્રોનમાંથી  તૈયાર કરી ક્રુઝ મિસાઇલો, ઇઝરાયલની ચિંતા વધી 1 - image


તેલ અવિવ,૨૫ સપ્ટેમ્બર,૨૦૨૪,બુધવાર 

ઇરાનનું સમર્થન ધરાવતા લેબનોનના ઇસ્લામી સંગઠન હિજબુલ્લાહ સામે ઇઝરાયેલ જંગે ચડયું છે. ગાજાપટ્ટીમાં હમાસ સામે જે કાર્યવાહી કરી તેનાથી પ્રેરાઇને હિજબુલ્લાહને નેસ્ત નાબૂદ કરવા યહૂદી દેશ તલપાપડ જણાય છે પરંતુ હમાસ કરતા હિજબુલ્લાહ ઘણું વધારે શકિતશાળી હોવાનું માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર હિજબુલ્લાહે સોવિયત સંઘના જમાનામાં સિકયોરિટી માટે વપરાતા ડ્રોનને ક્રુઝ મિસાઇલમાં ફેરવી નાખ્યા છે. આ ક્રુઝ મિસાઇલો વડે જ ઇઝરાયેલ પર હુમલો કરી રહયું છે.

હિજબુલ્લાહે સોવિયત જમાનાના ડ્રોનમાંથી  તૈયાર કરી ક્રુઝ મિસાઇલો, ઇઝરાયલની ચિંતા વધી 2 - image હિજબુલ્લાહની હિંમત એટલી વધી ગઇ છે કે તેને તેલઅવીવ સુધી મિસાઇલો છોડીને ઇઝરાયેલની પરેશાની વધારી છે. ઇઝરાયલી ફોર્સેસે ક્રુઝમાં ફેરવી નાખવામાં આવેલી મિસાઇલોની જાણકારી શેર કરી છે જે મુજબ સોવિયત સંઘના જમાનામાં ટીયુ-૧૪૩ ડ્રોન જાસુસ માટે વપરાતું હતું. લેબનોનમાં હવે આ ડ્રોનને ડી આર-૩ ક્રુઝ મિસાઇલ કહેવામાં આવે છે.

ડ્રોનથી તૈયાર થયેલા ક્રુઝ મિસાઇલ છોડવા માટે કોઇ પણ પ્રકારના રન વેની જરુર પડતી નથી. ટ્રેલર કે ટ્રકની પાછળના રેલ લોન્ચર વડે પણ નિશાન તાકી શકાય છે. એક મિસાઇલમાં ૨૭૨ કિલોગ્રામ વોર હેડ હોય છે. આ મિસાઇલની રેંજ ૨૦૦ કિમી આસપાસની છે. આથી જ તો બેરુત થી છોડવામાં આવતી મિસાઇલ તેલઅવીવ સુધી નિશાન તાકી શકે છે. ઇઝરાયેલ માટે આ ચિંતાનો વિષય છે.


Google NewsGoogle News