હિઝબુલ્લાહે નવો નેતા ચૂંટી કાઢ્યો, ગાઝામાં ઈઝરાયેલી હુમલાથી 60 ના મોત
- વિજય મળે ત્યાં સુધી નસરૂલ્લાહની નીતિ અનુસરીશું
- મૂળ કેમીસ્ટ્રીના શિક્ષક તેવા નઈમ કાસીમ પછીથી ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં વ્યસ્ત બની રહ્યા છે
દીર-અલ્-બિલાહ : ઉગ્રપંથી જુથ હીઝબુલ્લાહે હસન નસરૂલ્લાહના નિધન પછી તેમના નવા નેતા તરીકે નઈમ કાસીમને ચુંટી કાઢ્યા છે. તો બીજી તરફ ગાઝાપટ્ટીમાં આવેલા એક પાંચ માળના મકાન ઉપર ઈઝરાયલે કરેલી એર-સ્ટ્રાઈકમાં ૬૦ ના મૃત્યુ થયા છે, તેમ પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આમ છતાં વિજય મળે ત્યાં સુધી પોતાના જન્નત નસીમ નેતા હસન નસરૂલ્લાહની નીતિઓને અનુસરવા હીઝબુલ્લાહે શપથ લીધા છે.
મુળ રસાયણ શાસ્ત્રના શિક્ષક તેવા નઈમ કાસીમ જેઓ હવે હીઝબુલ્લાહના નેતા પદે ચુંટાઈ આવ્યા છે. તેઓ નિવૃત્તિ પછી ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં વ્યસ્ત બની રહ્યા હતા. તેમને શૂરા કાઉન્સીલે હિઝબુલ્લાહના નવા પદે નિયુક્ત કર્યા છે. તેઓ હવે તે જુથના મહામંત્રીપદે રહેશે.
૭૧ વર્ષના કારતક ૧૯૮૨ માં હિઝબુલ્લાહની રચના થઈ ત્યારથી તે જુથ સાથે જોડાયેલા છે. તેઓએ ૩૨ વર્ષ સુધી હીઝબુલ્લાહ સાથે એક યા બીજા પદે જોડાયેલા છે. તેમણે નસરૂલ્લાહના ડેપ્યુટી તરીકે ૩૨ વર્ષ સુધી કામ કર્યું છે. તેઓ હીઝબુલ્લાહનો જાહેરમાં પહેરો બની રહ્યા હતા. સફેદ પાઘડી તે તેઓની વિશિષ્ટતા છે. તેઓ હીઝબુલ્લાહના સ્થાપક સભ્યો પૈકીના એક છે. પરંતુ તેઓના તેમના પુરોગામીઓ વક્તૃત્વ શક્તિ નથી તેમ જ તેઓ જેટલું આકર્ષણ કરી શકતા નથી.
નઈમ કાસીમ હીઝબુલ્લાહ જેવા ત્રાસવાદી જુથને સમર્થન આપતા હોવાથી અમેરિકાએ તેઓને ત્રાસવાદી જાહેર કર્યા છે.