Get The App

બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહે નેતન્યાહુ...' ઈઝરાયલને ઈરાન સમર્થિત સંગઠનની ધમકીથી ખળભળાટ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહે નેતન્યાહુ...' ઈઝરાયલને ઈરાન સમર્થિત સંગઠનની ધમકીથી ખળભળાટ 1 - image


Hezbollah Big Warning Israel : ઈઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ (Israel-Hamas War)ને આઠ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ઈઝરાયલી સેનાએ ગાઝા (Gaza) શહેરને નરક બનાવી દીધા બાદ હવે ઉત્તર ગાઝા શહેરના રાફામાં મોટો હુમલા કરવાની તૈયારી કરી દીધી છે, ત્યારે ઈરાનના સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલને ચેતવણી આપી છે. તેણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (PM Benjamin Netanyahu) બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહેવા ધમકી આપી છે.

ઈઝરાયેલ બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહે : હિઝબુલ્લાહ

હિઝબુલ્લાએ ધમકી આપતા કહ્યું છે કે, અમે ઈઝરાયલ પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. લેબનાનના આતંકવાદી સંગઠના ટોચના નેતાએ એક નિવેદનમાં કહ્યું છે કે, અમે ઈઝરાયલને બિગ સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી દીધી છે અને આ સરપ્રાઈઝ તેઓ હંમેશા યાદ રાખશે. હિઝબુલ્લાહે ચેતવણી આપ્યા બાદ ઈઝરાયેલથી લઈને અમેરિકા સુધી ખળભળાટ મચી ગયો છે.

‘અમે ટુંક સમયમાં એવો બદલો લઈશું કે...’

હિઝબુલ્લાહના કમાન્ડર હસવ નસરલ્લાહે (Hassan Nasrallah) એક ટેલિવિઝન પર સંબોધન કરી ચેતવણી આપી છે કે, ‘અમે પેલેસ્ટાઈનીઓની સમસ્યા સાથે હંમેશા ઉભા રહીશું. ઈઝરાયેલ બિગ સરપ્રાઈઝ માટે તૈયાર રહે. અમે ટુંક સમયમાં એવો બદલો લઈશું કે જેને ઈઝરાયેલ હંમેશા યાદ રાખશે.’ ઉલ્લેખનીય છે કે, લેબનાનમાં ગૃહયુદ્ધ શરૂ થયા બાદ હિઝબુલ્લાહ ખૂબ ચર્ચામાં આવ્યો છે, તેને લેબનોનમાં ખૂબ દબદબદો છે. ઈરાન હિઝબુલ્લાને હથિયારો અને નાણાં આપતા હોવાનો આરોપો લાગતા રહ્યા છે.

‘નેતન્યાહુ ગાઝા પર કબજો મેળવવામાં નિષ્ફળ’

નસરલલ્લાહે વધુમાં કહ્યું કે, ‘ગત વર્ષે સાતમી ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલના વિસ્તારોમાં કરેલો હુમલો ઐતિહાસિક હતો. આ હુલામાં હમાસે ઈઝરાયેલને મોટું નુકસાન પહોંચાડ્યું છે. બીજીતરફ ઈઝરાયેલે વળતો જવાબ આપી ગાઝામાં જે કાર્યવાહી કરી અથવા કરી રહ્યું છે, તે તેમના માટે મોટી ઉપલબ્ધી હશે, પરંતુ નેતન્યાહુ પણ જાણે છે કે, ગાઝા પર કબજો મેળવવાના તેમના સપના પર પાણી ફરી ગયું છે. ઈઝરાયેલે ગાઝામાં ભીષણ હત્યાકાંડ કરવા છતાં નેતન્યાહુ ત્યાં શાસન કરવામાં નિષ્ફળ ગયા છે.


Google NewsGoogle News