Get The App

યુએઇ સહિતના મધ્યપૂર્વના દેશોમાં આકાશથી આફત વરસી, ઓમાનમાં પૂરથી 18 લોકોનાં મોત

દુબઈમાં એરપોર્ટ પર પાણી ભરાયા, દેશની બધી સ્કૂલોને બંધ રાખવાની ફરજ પડી

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
યુએઇ સહિતના મધ્યપૂર્વના દેશોમાં આકાશથી આફત વરસી, ઓમાનમાં પૂરથી 18 લોકોનાં મોત 1 - image


Dubai rain News |  યુનાઇટેડ આરબ અમીરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા દેશના ટોચના આઇવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેના લીધે સમગ્ર દુબઈમાં કેટલાય લોકોએ રસ્તા પર વાહનો છોડી દીધા હતા. જ્યારે ઓમાનમાં ભારે વરસાદના લીધે આવેલા પૂરનો મૃત્યુઆંક ૧૮નો થયો છે. 

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે. પ્લેનોએ રીતસરનું પાણીમાં લેન્ડિંગ કરવું પડી રહ્યું છે. દુબઈ એરપોર્ટને વિશ્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. દુબઈની ગલીઓ પાણીથી ભરાયેલી છે. દુબઈના આકાશમા વીજળીના ચમકારા જોવા મળે છે અને વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફા પર વારંવાર વીજળી ત્રાટકતી હોય તેવું જોવા મળે છે.

ભારે વરસાદના લીધે સમગ્ર યુએઇની બધી સ્કૂલો બંધ રાખવાનીફરજ પડી છે. સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીઓએ પણ રિમોટ વર્કિંગ કરવુ પડયુ છે. કેટલાય લોકોએ ઘરની બહાર બિનજરુરી નીકળવાનું ટાળ્યું છે. ગલીઓ, રસ્તાઓ અને હાઇવે પાણીથી ભરાયેલા છે. દુબઈમાં વરસાદની સંભાવના નહીવત હોવાથી અહીં પૂરના પાણી માટે કોઈ જ આયોજન કરાયું નથી. આ બધી બાબતો હવે શહેરી આયોજનમાં નડી રહી છે.

યુએઇ સહિતના મધ્યપૂર્વના દેશોમાં આકાશથી આફત વરસી, ઓમાનમાં પૂરથી 18 લોકોનાં મોત 2 - image


Google NewsGoogle News