ચીન તરફી માલદીવનું ભારતીય સહેલાણીઓએ મગજ ઠેકાણે લાવ્યું, મોટું આર્થિક નુકસાન કર્યું
Maldives News | માલદીવમાં વિશ્વભરમાંથી સહેલાણીઓ આવે છે. તેમાં 2023 માં 209198 સહેલાણીઓ ભારતમાંથી જ ત્યાં ગયા હતા. જે પૈકી ઘણા તો સીને-સેલિબ્રીટીઝ હતા. તેઓ આ કોરલ-દ્વિપ સમુહમાં સિનેમાના પણ કેટલાક શોટસ ઉતારતા હતા. તેથી માલદીવના અર્થતંત્રને ઘણો મોટો ફાયદો થતો હતો. બીજી તરફ જયારે જયારે માલદીવ ઉપર કુદરતી આપત્તિઓ આવે ત્યારે ત્યારે ભારત જ તેને સૌથી પહેલી અને સૌથી વધુ સહાય પહોંચાડતું હતું. તેથી માલદીવમાં ઉક્તિ શરૂ થઈ હતી કે, ભારત તો આપણો 199 નંબરનો (આપત્તિ કામનો) કોલ છે. આમ છતાં માલદીવના પ્રમુખ મુઈજજુએ ચીન તરફી વલણ લઇ ત્યાંના એરપોર્ટ વગેરેની સુરક્ષા માટે રહેલા માત્ર 88 સૈનિકોને પણ ઇંડિયા-આઉટની નીતિ અખત્યાર કરી માલદીવ છોડી દેવા આદેશ આપ્યો. ત્યારથી ભારત સાથે તેના સંબંધો વણસી ગયા હતા.
બીજી તરફ ભારતે તેના લક્ષદ્વિપ ટાપુઓનો વિકાસ કરી તેને ટુરીઝમ સ્પોટ બનાવતાં માલદીવ સામે કટ્ટર સ્પર્ધા શરૂ થઈ. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. માલદીવમાં દુનિયાભરમાંથી કુલ મળી 1757393 પ્રવાસીઓ આવે છે. તેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હતી. ત્યાં 1757939 સહેલાણીઓ દુનિયાભરમાંથી 2023માં આવ્યા હતા. જે પૈકી સૌથી વધુ (209198) સહેલાણીઓ ભારતના હતા. તે પછી રશિયાના 209146 અને ચીનના માત્ર 187118 સહેલાણીઓ આવ્યા હતા. જ્યારે 2023ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 73785 સહેલાણીઓ આવ્યા હતા. 2024માં તે સંખ્યા 58% જેટલી ઘટીને 42638 થઈ ગઈ. તેમાં પણ સીને સેલિબ્રિટિઝે તો માલદીવનો તદ્દન બોયકોટ કરતાં માલદીવના અર્થતંત્રને ભારે મોટો ફટકો પડયો છે. તેનાં એક મંત્રીએ તો (મરિયમા શીઆપા)એ મોદીને વિદૂષક અને ઇઝરાયલની કઠપુતળી કહી દીધા હતા. તેમ છતાં ભારતે મોટુ મન રાખી ત્યાં ઇંડા, બટેટાં, ડુંગળી, ઘઊં, ચોખા, ખાંડ, દાળ અને પથ્થરો તથા રેતી (જે કોરલ પર વાપરવા યોગ્ય છે) ની પણ નિકાસ કરી હતી. તેથી એક મંત્રી અહમદ મહલૂફે ઠ હેન્ડલ પર લંબાણપૂર્વક સંદેશો મોકલી ભારતનો આભાર માન્યો હતો.