Get The App

એ રાણી જેને લોકો ‘રાજા’ કહેતા હતા, ઈતિહાસમાંથી તેનું નામોનિશાન મિટાવવા કાવાદાવા કરાયા હતા

આ રાણી પાચીન ઈજિપ્તની હજારો વર્ષ જૂની પરંપરા તોડી હતી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
એ રાણી જેને લોકો ‘રાજા’ કહેતા હતા, ઈતિહાસમાંથી તેનું નામોનિશાન મિટાવવા કાવાદાવા કરાયા હતા 1 - image


Female Pharaoh Hatshepsut: પ્રાચીન ઈજિપ્તના ઈતિહાસ વિશે જ્યારે પણ સાંભવામાં આવે, ત્યારે પિરામિડ, મમી અને શક્તિશાળી પુરુષોની છબી ધ્યાનમાં આવે છે. આનું કારણ એ છે કે તે સમયની વ્યવસ્થા એવી હતી કે જેમાં પુરુષોનું વર્ચસ્વ હતું અને માત્ર પુરુષ જ એક રાજા બની શકે છે. પરંતુ હજારો વર્ષોની આ વ્યવસ્થાને કેટલીક મહિલાઓ દ્વારા પડકારવામાં આવી હતી. તમે કદાચ રાણી ક્લિયોપેટ્રા વિશે સાંભળ્યું હશે. પરંતુ હેત્શેપ્સુ વિશે બહુ ઓછા લોકો જાણે છે. હેત્શેપ્સુ ઈજિપ્તની પહેલી મહિલા રાણી હતી. તેમણે લાંબા સમય સુધી શાસન પણ કર્યું હતું. પરંતુ એવું શું થયું કે તેમના મૃત્યુ પછી ઈતિહાસમાંથી તેનું નામોનિશાન મિટાવવા કાવાદાવા કરાયા હતા.

હેત્શેપ્સુનો ઈતિહાસ

હેત્શેપ્સુનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો. તેમના પિતા થુટમોઝ I ઈજિપ્તના પહેલા રાજા હતા. જ્યારે રાજા મૃત્યુ પામ્યો, ત્યારે ઈજિપ્તનો નવો રાજા થુટમોઝ II બન્યો, જે હેત્શેપ્સુના સાવકા ભાઈ હતા. સમય જતા હેત્શેપ્સુ અને થુટમોઝ IIના લગ્ન થયા. પરંતુ નવા રાજાનું પણ ટૂંક સમયમાં અવસાન થયું.

એ રાણી જેને લોકો ‘રાજા’ કહેતા હતા, ઈતિહાસમાંથી તેનું નામોનિશાન મિટાવવા કાવાદાવા કરાયા હતા 2 - image

ઈજિપ્તની હજારો વર્ષ જૂની પરંપરા તોડી

પ્રાચીન ઈજિપ્તમાં રાજાનો પુત્ર જ રાજા બની શકે. તેથી ખૂબ નાનો હોવા છતાં થુટમોઝ IIનો પુત્ર થુટમોઝ III સિંહાસન પર ગયો. થુટમોઝ IIIએ હેત્શેપ્સુનો સાવકો પુત્ર હતો, પરંતુ રિવાજ મુજબ, હત્શેપ્સુએ થુટમોઝ III પુખ્ત ન થાય ત્યાં સુધી શાસન સંભાળ્યું હતું. શાસન સંભાળ્યાના થોડા વર્ષો પછી, હેત્શેપ્સુએ કંઈક એવું કર્યું જે ઈજિપ્તમાં પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. રાણી હેત્શેપ્સુએ હજારો વર્ષો જૂની પરંપરા તોડીને પોતાને રાજા જાહેર કરી દીધા. પહેલાં ક્યારેય કોઈ મહિલા ઈજિપ્તના રાજા  બની ન હતી. કેટલાક ઈતિહાસકારો માને છે કે હેત્શેપ્સુએ આ નિર્ણય એટલા માટે લીધું કારણ કે ઘણાં લોકો તેની પાસેથી રાજ છીનવી લેવા માગતા હતા. જ્યારે હેત્શેપ્સુએ રાજાનું બિરુદ ધારણ કર્યું, ત્યારે તેના સખત વિરોધ થયો હતો. જોકે, હેત્શેપ્સુએ સત્તા પર પોતાની પકડ જાળવી રાખી અને દાવો કર્યો કે તે શાહી પરિવારની છે. તેમણે દાવો કર્યો હતો કે તેના પિતાએ તેને ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા.

મૂર્તિઓ અને ચિત્રોમાં દાઢી રાખવા આદેશ

હેત્શેપ્સુ અને થુટમોઝ IIIએ પ્રાચીન ઈજિપ્તમાં 22 વર્ષ સુધી એકસાથે રાજા તરીકે શાસન કર્યું. આ દરમિયાન હેત્શેપ્સુએ સામાન્ય લોકોની નજરમાં પોતાની એક નવી છબી બનાવવાનો પ્રયાસ કર્યો. હેત્શેપ્સુએ આદેશ આપ્યો કે તેની મૂર્તિઓ અને ચિત્રોમાં દાઢી અને સ્નાયુઓ સાથે પુરુષ રાજા તરીકે દર્શાવવામાં આવે. રાજા તરીકે સેવા આપતી વખતે હેત્શેપ્સુએ મહત્વાકાંક્ષી બાંધકામ યોજનાઓ શરૂ કરી. પ્રાચીન ઈજિપ્તની અજાયબીઓમાંની એક ગણાતી દીર અલ-બહરી ખાતેનું વિશાળ સ્મારક મંદિર તેની સૌથી મોટી સિદ્ધિ હતી. તેમના શાસનમાં વેપાર પણ આગળ વધ્યો. એકંદરે, રાણી હેત્શેપ્સુ ઇજિપ્તની સફળ શાસક હતી, જે લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય હતી. પરંતુ તેના સાવકા પુત્રએ આ વાત સ્વીકારી નહીં.

એ રાણી જેને લોકો ‘રાજા’ કહેતા હતા, ઈતિહાસમાંથી તેનું નામોનિશાન મિટાવવા કાવાદાવા કરાયા હતા 3 - image

ઈતિહાસમાંથી હેત્શેપ્સુનો નામોનિશાન મિટાવવા પ્રયાસ

હેત્શેપ્સુનું અવસાન 40 વર્ષની ઉંમરે 1458 ઈ.સ પૂર્વે થયું હતું. હેત્શેપ્સુ જતાની સાથે જ થુટમોઝ IIIએ તેની સાવકી માતા અને ઈજિપ્તની પ્રથમ મહિલા રાજાની મૂર્તિઓ તોડી નાખી હતી. તે લોકોના દિમાગમાંથી હેત્શેપ્સુનો નામોનિશાન મિટાવવા માંગતો હતો. કેટલાક ઈતિહાસકારો માને છે કે આ કરીને તે પોતાની શક્તિને મજબૂત કરવા માંગતા હતા. આ સંબંધમાં તેમણે હેત્શેપ્સુ દ્વારા બાંધવામાં આવેલા તમામ મંદિરો અને સ્મારકોનો તોડી નાખ્યા કર્યો. જો કે, તે પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ શક્યો નહોતો. આજે હજારો વર્ષો પછી પણ લોકો હેત્શેપ્સુને એક શક્તિશાળી મહિલા શાસક તરીકે યાદ કરે છે.


Google NewsGoogle News