Get The App

અલ્પસંખ્યકો સાથે ભારતમાં નફરત અને હિંસા, જયશંકરની ટિપ્પણી બાદ પાકિસ્તાનની આવી પ્રતિક્રિયા

Updated: Mar 29th, 2025


Google News
Google News
અલ્પસંખ્યકો સાથે ભારતમાં નફરત અને હિંસા, જયશંકરની ટિપ્પણી બાદ પાકિસ્તાનની આવી પ્રતિક્રિયા 1 - image


Pakistan News: પાકિસ્તાનના વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ ફરી એકવાર ભારત પર પાયાવિહોણા આરોપ લગાવતા કહ્યું છે કે, ભારતને અલ્પસંખ્યકોના અધિકારોની વકીલાત કરવાનો કોઈ હક નથી. જો કે, હકીકત એ છે કે ખુદ પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ અલ્પસંખ્યકોની સ્થિતિ ખરાબ થઈ જઈ રહી છે, જ્યાં તેમના જાન-માલ, મંદિરો અને ધાર્મિક આઝાદી પર સતત હુમલા થતા રહે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની દયનીય સ્થિતિ પર ચર્ચા કરી હતી, જેના પર પાકિસ્તાન તરફથી જવાબ આપ્યો. પાકિસ્તાનના પ્રવક્તાએ કહ્યું કે, તેમના દેશમાં રાજ્ય સંસ્થાઓ અલ્પસંખ્યકોની સુરક્ષા માટે કામ કરી રહી છે. ઉલટું ભારતમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ ભેદભાવ અને હિંસા ભડકાવવાની ઘટનાઓ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની ચિંતાજનક સ્થિતિને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો ઉલ્લેખ કરતાં શુક્રવારે કહ્યું હતું કે અમે એવા પાડોશી દેશની માનસિકતા ન બદલી શકીએ જેના વિચાર કટ્ટરતાવાળા છે અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ એવું નહોતા કરી શક્યા.

Tags :