Get The App

હેરિસનાં રનિંગ-મેઇટ વાલ્ઝે DNC માં પોતાની ઓળખ આપી : સાથે પોતાની પણ ઘણી ઘણી વાત તે સંમેલનમાં કરી

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
હેરિસનાં રનિંગ-મેઇટ વાલ્ઝે DNC  માં પોતાની ઓળખ આપી : સાથે પોતાની પણ ઘણી ઘણી વાત તે સંમેલનમાં કરી 1 - image


- વાલ્ઝ ટીયર ઉપરાંત બાસ્કેટ બોલ કોચ હતા

- આપણે બધા એક સુંદર અને સારા કારણસર અહીં ભેગા થયા છિએ : આપણે દેશને પ્રેમ કરીએ છીએ : વાલ્ઝ

ચીકાગો : અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીનું અહીં અધિવેશન મળી રહ્યું છે. તેમાં પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે, કમલા હેરિસ નામાંકિત થયા છે. જેમણે પોતાના રનિંગ મેઇટ તરીકે મિનેસોટાના ગવર્નર ટીમ વાલ્ઝને પસંદ કર્યા છે. બુધવારે રાત્રે તેઓ સ્ટેજ ઉપર આવ્યા હતા, જયાંથી પાર્ટીના સભ્યોએ કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું. આપણે બધાં એક સંઘ અને સારા કામ માટે ભેગા થયા છીએ. આપણે દેશને પ્રેમ કરીએ છીએ.

વાલ્ઝ બોલવા ઉભા થયા ત્યારે, તેઓની સ્કૂલના અનેક પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. તેઓના હાથમાં પ્લેકાર્ડ હતાં તેમાં લખ્યું હતું. કોચ-વાલ્ઝ.

તેઓએ કહ્યું આ સ્પર્ધામાં તમો આનંદ રેલાવો છો. તે માટે હું તમારો આભારી છું.

વાસ્તવમાં બિનેસોટાના ગવર્નર ટીમ વાલ્ઝને અમેરિકામાં બહુ થોડા લોકો ઓળખતા હતા. તેઓને કમલા હેરિસે ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા પછી જ તેઓનું નામ જાણીતું થયું છે. તેઓએ કહ્યું, બીજા સભ્યોએ કેટલાક પુસ્તકો પ્રતિબંધિત કર્યા છે. પરંતુ અમે ભૂખને પ્રતિબંધિત કરવા માંગીએ છીએ.

રીપબ્લિકન પાર્ટીના ઉપ પ્રમુખ પદના ઉમેદવાર જે.ડી. વાન્સની પણ રમૂજ ઉડાડતાં કહ્યું હતું કે, મારા હાઈસ્કૂલ કલાસમાં ૨૪ છોકરાઓ હતા પરંતુ તેમાંથી કોઈ યેલ યુનિવર્સિટીમાં ગયો નથી. (તેમ છતાં તેઓ પ્રસિદ્ધ છે, અગ્રીમ નાગરિકો છે.

આ અધિવેશનમાં બિલ ક્લિન્ટન, હિલેરી કિલન્ટન અને જે.સી. યેલોસીએ પણ પોતાના વક્તવ્યો આપ્યા હતા.


Google NewsGoogle News