Get The App

હરિની અમરસૂર્યા બન્યા શ્રીલંકાના વડાંપ્રધાન, ભારત સાથે ધરાવે છે આ ખાસ સંબંધ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Shri Lanka PM Harini Amarasuriya



Harini Amarasuriya: હરિની અમરસૂર્યા શ્રીલંકાના નવા વડાંપ્રધાન બની ગયા છે. તેમણે મંગળવારે (24 સપ્ટેમ્બર) વડાંપ્રધાન પદના શપથ લીધા હતા. આ સાથે તેઓ સિરીમાવો ભંડારનાયકે બાદ વડાંપ્રધાન બનનારા બીજા મહિલા નેતા બની ગયાં છે. નોંધનીય છે કે, અમરસૂર્યા ભારત સાથે ખાસ સંબંધ પણ ધરાવે છે. નેશનલ પીપલ્સ પાવર (એનપીપી) ના 54 વર્ષીય નેતા અમરસૂર્યાને રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ શપથ અપાવ્યા હતા. આ ઉપરાંત દિસાનાયકે ચાર સભ્યોના મંત્રીમંડળની રચના કરી છે, જેમાં તેઓ પોતે પણ સામેલ છે.

અમરસૂર્યાને ન્યાય, શિક્ષણ, શ્રમ, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય તેમજ રોકાણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમણે પૂર્વ વડાપ્રધાન દિનેશ ગુણવર્દનેના સ્થાને આ જવાબદારી સંભાળી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ દિનેશ ગુણવર્દનેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચોઃ ઇરાનમાં ઇઝરાયેલના વૉકી ટૉકી બ્લાસ્ટનો ખોફ, સૈનિકોને ડિવાઇસથી દૂર રહેવા આપી ચેતવણી

નવા વડાંપ્રધાનનો ભારત સાથે સંબંધ

તમને જણાવી દઈએ કે, હરિની અમરસૂર્યાનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમણે તેમના કોલેજના પ્રારંભિક વર્ષોનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીમાં કર્યો હતો. અમરસૂર્યાએ 1991થી 1994 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. આ કારણસર તેમના વડાંપ્રધાન બનવાથી ભારત અને શ્રીલંકા વચ્ચે મજબૂત સંબંધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ 1960 પછી અમેરિકામાં પ્રથમ વાર હિંસા ઘટી, 2500 મર્ડર ઓછા થયા



Google NewsGoogle News