દુનિયાની સૌથી કપરી નોકરી, માઈનસ 50 ડિગ્રી હોય છે તાપમાન, જાણો તેના વિશે બધું જ
Image Source: Freepik
મોસ્કો, તા. 15 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
જો તમે નોકરી કરતા હોવ તો જાણતા હશો કે તેમાં ક્યારેક પરિસ્થિતિ ઘણી અઘરી થઈ જાય છે પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે દુનિયાની સૌથી અઘરી નોકરી કેવી હશે. દુનિયાની સૌથી અઘરી નોકરીમાં કામ તો કામ, કામ કરવાનું સ્થળ પણ હિંમત તોડી શકે છે કેમ કે તાપમાન માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. આ નોકરીનું નામ છે વ્યોમોરોજ્કા અને તેનો અર્થ છે 'જમ જાના'.
રશિયામાં સૌથી અઘરી નોકરી મળે છે
આ નોકરી રશિયામાં મળે છે અને તેમાં કામ સખત સાઇબેરીયન શિયાળામાં આર્કટિક શિપયાર્ડની સારસંભાળ રાખવાની હોય છે. આને દુનિયાની સૌથી કપરી નોકરીઓમાં એક માનવામાં આવે છે. આ દરમિયાન કામ કરનાર મોટા જહાજો પર જામી ગયેલા બરફને હટાવવાનું કામ કરે છે. તેમને જહાજની તે સ્થળોની જાણકારી મેળવવાની હોય છે જેમને રિપેર કરવાની જરૂર હોય છે. આ કામ લેના નદીના કિનારે યાકુત્સ્ક બંદર પર ડોક કરેલા જહાજો પર કરવામાં આવે છે.
જહાજોની સારસંભાળ રાખવાની હોય છે
યાકુત્સ્ક શિપયાર્ડ ઉનાળા દરમિયાન સાઈબેરીયન માટે એક આર્થિક કેન્દ્રની જેમ કામ કરે છે. જેમાં તે વિશાળ જહાજોને રાખવામાં આવે છે જેમની સારસંભાળ શિયાળામાં કરવાની હોય છે. ઉલ્લેખનીય છે કે ક્ષેત્રફળના હિસાબે રશિયાની સૌથી મોટી રિપબ્લિક યકૂતિયાના ઘણા લોકો વ્યોમોરોજ્કા તરીકે કામ કરે છે અને તેને દુનિયાની સૌથી કપરી નોકરીઓમાં એક માને છે. પરંતુ આ પ્રોફાઈલમાં કામ કરનાર અમુક લોકોનું કહેવુ છે કે આ માત્ર દ્રષ્ટિકોણનો મામલો છે.
આમાં માત્ર તાકાત કામ આવતી નથી
આ નોકરી માટે ન માત્ર સ્ટેમિના અને સ્ટ્રેન્થ જોઈએ પરંતુ વધુ ચોકસાઈનું હોવુ પણ જરૂરી છે. આ નોકરીમાં કર્મચારીઓને ચેઇનસોથી બરફને કાપવાનો હોય છે પરંતુ આ માટે એ જોવુ જરૂરી હોય છે કે તે બરફને ખૂબ ઝડપથી ન કાપવો અને પાણીમાં ન જાય. જો તેઓ આવુ કરે છે તો કાપવામાં આવેલો ભાગ ડૂબી શકે છે અને તેમના પૂરા કામ પર પાણી ફરી શકે છે. મોસમ જેટલુ ઠંડુ હોય છે બરફ એટલો જોરદાર જામે છે અને કામ એટલુ જ સરળ થઈ જાય છે.
ઓછુ તાપમાન મુશ્કેલી વધારી દે છે
ખૂબ ઓછુ તાપમાન કામને ભલે સરળ બનાવી દેતુ હોય પરંતુ કામ કરનાર માટે સ્થિતિ વધુ મુશ્કેલ થઈ જાય છે. એક રિપોર્ટ અનુસાર આ શિપયાર્ડ પર વ્યોમોરોજ્કા તરીકે કામ કરનાર એક શખ્સનું કહેવુ છે કે ક્યારેક ઠંડી એટલી વધુ હોય છે કે તમે જામવા લાગો છો, આવી સ્થિતિમાં તમારી અંદર નકારાત્મક ભાવનાઓ જન્મ લેવા લાગે છે. તમે ઘરે જવા ઈચ્છો છો અને કંઈક ખાઈને આરામ કરવા ઈચ્છો છો પરંતુ તમારે પોતાના પર નિયંત્રણ રાખવાનું હોય છે.