VIDEO: ન્યૂઝીલેન્ડની સંસદમાં મહિલા MPએ કર્યું માઓરી હાકા નૃત્ય વાઈરલ, બિલ ફાડીને કર્યો યુદ્ધઘોષ
New Zealand MP Viral Video: ન્યૂઝીલેન્ડના સૌથી યુવા સાંસદ હના-રાવિતી મૈપી-ક્લાર્ક અને તેના પક્ષના નેતાઓએ સદનમાં ગુરૂવારે ભારે વિરોધ સાથે હોબાળો કર્યો હતો. જેના પગલે સદનની કાર્યવાહી ખોરવાઈ હતી અને બે ધારાસભ્યોને સદનમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
હના રાવિતી મૈપી ક્લાર્કે સદનમાં 1840 વૈતાન્ગી સંધિ સંબંધિત એક બિલનો વિરોધ કરતાં સદનમાં બિલ ફાડી માઓરી હાકા નૃત્યુ સાથે વિરોધ રજૂ કર્યો હતો. જેમાં તેમના સાથી ધારાસભ્યો પણ જોડાયા હતા. હાના અને તેના પક્ષનો આ હાકા નૃત્ય કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બ્રિટિશ ક્રાઉન અને માઓરી લોકો વચ્ચે 184 વર્ષ જૂની સંધિની વ્યાખ્યામાં ફેરફાર કરવાની માગ કરતા બિલનો વિરોધ કર્યો હતો.
શા માટે કર્યો વિરોધ?
ઈસ. 1840માં બ્રિટિશ સરકાર અને ન્યૂઝીલેન્ડના માઓરી આદિવાસીઓ વચ્ચે વૈતાન્ગી સંધિ થઈ હતી. તેમાં જણાવાયું છે કે, આદિવાસીઓ અંગ્રેજોને શાસન સોંપે તેના બદલામાં તેમને જમીનોનો હક મળશે અને તેમના હિતોનું વ્યાપક ધોરણે રક્ષણ પણ થશે. જો કે, આ બિલમાં ઘણી જોગવાઈઓથી ન્યૂઝીલેન્ડના મૂળ માઓરી આદિવાસીઓને અન્યાય થયો હતો, જે આજે પણ ચાલુ છે. હવે નવા બિલમાં તેમાં કેટલાક ફેરફારો કરાયા છે, પરંતુ તેમાં ન્યૂઝીલેન્ડના તમામ લોકોને અધિકાર આપવાની જોગવાઈ છે. જો કે, માઓરીઓ ફક્ત તેમને જ ન્યૂઝીલેન્ડના મૂળ રહેવાસીઓ માને છે, જેથી આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
દર્શકોએ પણ ડાન્સ કરી વિરોધ કર્યો
હાના માઓરીનો ન્યૂઝીલેન્ડનું પ્રચલિત પરંપરાગત નૃત્ય છે. હાનાના પક્ષના સભ્યોની સાથે ગેલેરીમાં ઊભેલા લોકોએ પણ સદનમાં હાના નૃત્ય કરી વિરોધ કર્યો હતો. ત્યાર પછી સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી અને બે ધારાસભ્યોને બહાર કરવામાં આવ્યા હતા.
કોણ છે મહિલા યુવા સાંસદ હાના
હાના બ્રોડકાસ્ટર પોટાકા મૈપીના પુત્રી છે. તેમના દાદા તૈતિમુ મૈપી છે, જેમના કારણે 2020માં ન્યૂઝીલેન્ડમાંથી કેપ્ટન હેમિલ્ટનનું સ્ટેચ્યુ દૂર થયું હતું. અગાઉ 2023માં પણ પ્રથમ વખત અને ન્યૂઝીલેન્ડની 1853 બાદની પ્રથમ યુવા સાંસદ મૈપી કલાર્કે શપથ લેતી વખતે સદનમાં માઓરી સંસ્કૃતિની ઝલક પ્રસ્તૃત કરી હતી. એ વખતે તેમની વય 22 વર્ષની હતી.